Sports
ટેસ્ટ મેચને વરસાદનું વિધ્ન
મેચ રદ થાય તો ભારતને નુકસાન થશે, કાલે મેચ છે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી રમાવાની છે. તે પહેલા સમાચાર મળી રહ્યા છે કે, આ મેચ રદ થઈ શકે છે. ત્યારે જો આવું થશે તો ટીમ ઈન્ડિયાને wtc ફાઈનલ પહેલા મોટો ઝટકો લાગશે.
ઓસ્ટ્રેલિયા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગાબા ટેસ્ટના પાંચેય દિવસે વરસાદ પડી શકે છે. મેચના પ્રથમ દિવસે 50 ટકાથી વધુ વરસાદની સંભાવના છે. જ્યારે બીજા અને ત્રીજા દિવસે 40-40 ટકા વરસાદની સંભાવના, ચોથા દિવસે 30 ટકા અને પાંચમા દિવસે 40 ટકા વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, જો આ મેચ રદ થાય છે તો ભારતની મુશ્કેલ વધી શકે છે. જો ભારતને ઠઝઈ ફાઈનલ 2025માં સ્થાન મેળવવા માટે બાકીની ત્રણેય મેચોમાં જીત મેળવવી જરૂૂરી છે. આ મેચ રદ થવા પર બંને ટીમોને સમાન અંક મળશે. જે ટીમ ઈન્ડિયા માટે ઝટકા સમાન છે. હાલ ટીમ ઈન્ડિયા ઠઝઈ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે.