Site icon Gujarat Mirror

રેલનગરનાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

oplus_2097184

પત્નીની પ્રસુતિ માટે લીધેલા 3 લાખની સામે 4.30 લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાની ઉઘરાણી કરતાં હતાં

રાજકોટ શહેરના રેલનગરમાં આવેલા લાલ બહાદુર ટાઉનશીપ માં રહેતા નિખિલ રાજેશભાઈ ચંદારાણા નામના 25 વર્ષના યુવાને આજે સવારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.નિખિલ મજૂરી કામ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે.તેમજ તેમને સંતાનમાં બે દીકરા છે.

નિખિલે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા નયન,અજીત ઉર્ફે ઘેટો,હિરેનદાન ગઢવી અને એક અજાણ્યા વ્યક્તિ પાસેથી પત્નીની પ્રસુતિ માટે ત્રણ લાખ વ્યાજે લીધા હતા.તેની સામે આ લોકોને કટકે કટકે 4.30 લાખ ચૂકવી દીધા હતા.આમ છતાં આ ચારેય શખ્સો વધુ પૈસાની ઉઘરાણી કરી ધમકી આપે છે.તેમજ આરોપીઓ કાર પણ પડાવી લઈ ગયા છે એ મામલે પોલીસમાં અરજી કરેલી છે.આમ છતાં આરોપીઓ ધમકી આપતા કંટાળી આ પગલું ભરી લીધું હતું.

Exit mobile version