Site icon Gujarat Mirror

સોમનાથમાં હડકાયા શ્ર્વાનનો આતંક પાંચ બાળકો સહિત સાતને ભર્યા બચકા

પ્રભાસપાટણ બાયપાસ સોસાયટી મા હડકાયા કૂતરા ના આતંક ને કારણે પાંચ બાળકો અને બે મોટા લોકો ને કરડેલ છે જેમાં બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં છે આ બાળકો ને મોંઢા ના ભાગે ઇજાઓ થયેલ છે આ બાબતે પ્રભાસપાટણ ના ડો કૃણાલ ત્રિવેદી એ જણાવ્યું કે કુલ સાત લોકો ને કુતરા કરડેલ જેમા બે બાળકો ને મોઢાના ભાગે બચકાં ભર્યાં છે જેમા પાંચ બાળકો ચાર વર્ષ ના છે જ્યારે બે મોટા વ્યક્તિ ઓ છે જેઓને પ્રભાસપાટણ અને વેરાવળ ખાતે સારવાર કરાવેલ છે અમૂક ની સારવાર ચાલુ છે વધારે ગંભીર ઈજા થયેલ બાળક ના પિતા વેપારી મુકેશભાઈ ચાવરી એ જણાવ્યું કે મારા બાળક ને મોંઢા ના ભાગે બચકાં ભર્યાં છે અને તેવોએ નગરપાલિકા ઉપર રોશ ઠાલવેલ છે કારણ કે નગરપાલિકા દ્વારા આવા કુતરા ને પકડતી નથી કે રજૂઆત ને ધ્યાને લેવામાં આવતી નથી.

Exit mobile version