Site icon Gujarat Mirror

નિકાસકારોના અટકાયેલ IGST રિફંડ પરત આપવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો

 

રાજકોટ-સૌરાષ્ટ્રના નિકાસકારોને પડી રહેલી મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે રાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હર હંમેશ અગ્રેસર રહી મહત્વની ભુમિકા ભજવે છે. નિકાસકારો ભારત દેશના અર્થતંત્રને વધુ મજબુત બનાવવા માટે ખુબ જ મહત્વપુર્ણ યોગદાન આપી રહ્યું છે. તેમજ વિદેશી મુડી રોકાણ અને રોજગાર સર્જનમાં અગ્રેસર રહે છે. હાલમાં ટેકનિકલ એ22ને કારણે હજારો નિકાસકારોના લાખો-કરોડોના IGST રીફંડ અટકાયેલા છે. જેના કારણે નિકાસકારોને ગંભીર નાણાંકીય નુકશાની સામનો કરવો પડી રહયો છે. તેમજ વર્કિંગ કેપીટલ અટવાઈ જતા ઓર્ડરો સમયસર પુર્ણ કરવાનું પણ મુશ્કેલ બની રહયું છે.

આમ નિકાસકારોને ભોગવવી પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા મુંદ્રા કસ્ટમ્સ કમિશ્નરને ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે કે, આવા નિકાસકારોના તાત્કાલીક નવા સ્કોલ જનરેટ કરી અટકાયેલા IGST રીફંડ પરત આપવાની પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવી. જેથી કરીને તેઓ ઉ52 આર્થિક ભારણ ન પડે અને સમયસ2 નિકાસ પ્રક્રિયા ચાલુ રહે. તેમ રાજકોટ ચેમ્બ2ની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Exit mobile version