મનોરંજન

પુષ્પા-2: ધ રૂલની છપ્પરફાડ કમાણી, રિલીઝ પહેલાં જ 1085 કરોડનો બિઝનેસ

Published

on

સાઉથ સ્ટાર અલ્લૂ અર્જૂન સ્ટારર પુષ્પા 2: ધ રૂલ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. પુષ્પરાજના રોલમાં અલ્લૂ અર્જૂનની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ આ ફિલ્મ તેના પ્રી-રિલિઝ બિઝનેસને લઈને પણ ચર્ચામાં આવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
જફભક્ષશહસ એ અહેવાલોને ટાંક્યા છે કે પુષ્પા 2 ના થિએટ્રિકલ રાઇટ્સને રૂૂ. 640 કરોડમાં વેચવામાં આવ્યા છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મે તેના સ્ટ્રીમિંગ અધિકારોમાં પણ બમ્પર કમાણી કરી છે. નેટફ્લિક્સે પુષ્પા 2 ના ડિજિટલ રાઇટ્સ 275 કરોડ રૂૂપિયામાં ખરીદ્યા છે.


પુષ્પા 2 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેની રિલીઝ પહેલા, ફિલ્મે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પ્રી-બિઝનેસમાં રૂૂ. 220 કરોડની કમાણી કરી લીધી છે. વળી, તેણે ઉત્તર ભારતમાં 200 કરોડ, તમિલનાડુમાં 50 કરોડ, કર્ણાટકમાં 30 કરોડ, કેરળમાં 20 કરોડ અને આંતરરાષ્ટ્રીય બજારમાં 140 કરોડની કમાણી કરી છે.
અલ્લૂ અર્જૂનની આ ફિલ્મના મ્યૂઝિક રાઇટ્સ 65 કરોડ રૂૂપિયામાં વેચાયા છે. નિર્માતાઓએ સેટેલાઇટ રાઇટ્સમાંથી 85 કરોડ રૂૂપિયાની કમાણી પણ કરી છે. આ ફિલ્મે તેના નોન થિયેટ્રિકલ રાઇટ્સમાંથી 425 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. પુષ્પા 2 નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ ખુવિંશિ Movie Makers દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અલ્લૂ અર્જૂન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ લીડ રોલમાં છે. ફિલ્મનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે. અહેવાલો છે કે આ વખતે અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ એક આઈટમ સોંગ કરતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version