રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભરતનાટ્યમ નૃત્ય શીખવાડતી સંસ્થા તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગ થી પરંપરા- ગુરુ શિષ્યની કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.
જેમાં ભરતનાટ્યમ નૃત્યની શુદ્ધ કૃતિ મલ્લારી, આદિ દેવ ભગવાન શિવને સંબોધીને સતસૃષ્ટિ તાંડવ, જગતગુરુ શ્રી ક્રિષ્નની નરસિંહ મહેતા દ્વારા લખાયેલ હૂંડી,આદિ ગુરુ શ્રી શંકરાચાર્ય દ્વારા રચાયેલ ગુરુઅષ્ટકમ તાંડવ નર્તન સંસ્થાના ડિરેક્ટર જીજ્ઞેશ સુરાણી, એમના શિષ્યો (ક્રિષ્ના સુરાણી, દિપિકા પરમાર ચતવાણી, દીર્ઘા હિંગળાજીયા અને ક્રિષ્ન હિંગળાજીયા)અને સંસ્થાના વિદ્યાર્થીઓ (પ્રિયાંશી ઘઘડા, ધ્યાની દવે, જાનવી સવસાણી, નિરાલી મારડીયા) દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી.
તદુપરાંત શ્રી જીજ્ઞેશ સુરાણી ના ગુરુજી શ્રી વૈભવ આરેકર દ્વારા શ્રીજયદેવ દ્વારા રચાયેલ દશાવતાર કૃતિ પર અદ્ભુત ભરતનાટ્યમ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું અને બોલિવૂડ અને ગુજરાતના ગરબાના નામાંકિત કોરિયોગ્રાફર શ્રી અવની શાહ અને એમના ગ્રુપ દ્વારા રાવણ રચિત તાંડવ પર ભરતનાટ્યમ અને માતાજીનો એક ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો.
રાજકોટ તેમજ ગુજરાતના ઘણા શહેરોમાંથી કલાગુરૂૂઓ, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શાળા કોલેજના ટ્રસ્ટીશ્રી તેમજ પ્રિન્સિપાલ શ્રી ઓએ મુખ્ય અતિથિ તરીકે પોતાની હાજરી આપી હતી અને રાજકોટની કલાપ્રિય જનતા પણ આ કાર્યક્રમને માણવા માટે બહોળી સંખ્યામાં પધાર્યા હતા.

