ધારાસભ્યોની રજૂઆત બાદ તંત્ર દોડવા લાગ્યું, કલેક્ટર ગાંધીનગર ભણી
થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા અશાંતધારો મામલે કલેકટરને કરાયેલી ફરિયાદ બાદ તંત્ર હવે એક 15 વધુ પણ વધુ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટેની ફાઈલો તૈયાર કરી દેવામાં આવી છે. અને સમગ્ર રિપોર્ટ પ્રાંત અધિકારીઓ દ્વારા કલેક્ટરને ચોપી દેવામાં આવ્યો છે.
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના 15 થી વધુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે પ્રાંત વિભાગ દ્વારા સમગ્ર રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને આ રિપોર્ટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશીને સોંપી દેવામાં આવ્યો છે.
રેલનગર, પોપટ પરા,પ્રહલાદ પ્લોટ, કરણ પરા, વર્ધમાન નગર, સોની બજાર, જયરાજ પ્લોટ, લક્ષ્મીવાડી, લક્ષ્મી નગર, દિવાનપરા, ગુંદાવાડી, રાધાનગર, નંદકિશોર, કૃષ્ણનગર, અનુપમા નગર, રાજનગર સહિતના વિસ્તારમાં અસાંધારો લાગુ કરવા કલેકટરને પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને ફાઈલ રજૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ કલેકટર દ્વારા સમગ્ર અહેવાલ ગૃહ વિભાગ અને સરકારને સોંપવામાં આવશે.
આ માટે રેવન્યુ વિભાગન, પોલીસ તંત્ર સહિતના તંત્રનો અભિપ્રાય લઈ લેવામાં આવ્યો છે. બીજી બાજુ થોડા દિવસ પહેલા જ ગાંધીનગર ખાતે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી પણ ગાંધીનગર ગયા હતા. ત્યારે ફરી એક વખત આજે કલેકટર પ્રભાવ જોશી ગાંધીનગર દોડી ગયા છે. તને લઈ અને તર્ક વિતર્કો સર્જાયા છે.

