Site icon Gujarat Mirror

વિદ્યાસહાયકોની ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલનના મંડાણ

સત્યાગ્રહ છાવણી ખાતે ફરી એકવાર ઉમેદવારો ઊમટી પડયા

ગાંધીનગર ફરી એકવાર ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યાસહાયકોના ઉમેદવારો જગ્યા વધારવા માટે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ વાતને ધ્યાને લેવામાં આવી નથી.જેથી અત્યારે આ ઉમેદવારો આંદોલન પર ઉતર્યાં છે. ધોરણ 01 થી 05 વિદ્યાસહાયક જગ્યાની વધારો કરવાની માંગ સાથે ઉમેદવારો આંદોલન કરવા માટે ઉતર્યાં છે. સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમની માંગણીઓને અત્યાર સુધી ધ્યાને લાવમાં આવી નથી.

નોંધનીય છે કે, આજે સવારે 10.30 વાગે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામં આવ્યું છે. ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરીને રજૂઆત કરી રહ્યાં છે. તેઓની માંગણી એ છે કે, ધોરણ 01 થી 05 વિદ્યાસહાયકની ભરતી માટે જગ્યાનો વધારો કરવામાં આવે.

વિદ્યાસહાયકોના ઉમેદવારોએ જણાવ્યું હતું કે, ધોરણ 1થી 05માં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને તેની સામે સરકારે ધોરણ 01થી 05 માં માત્ર 5 હજારની જગ્યા માટે જ ભરતીની જાહેરાત કરી છે. વધુમાં કહ્યું કે, ધોરણ 6થી 12 સુધીમાં 50 ટકાથી વધારે ભરતી કરવામાં આવી છે તો અમારી સાથે અન્યાય કેમ? ધોરણ 01થી 05માં તો 18 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ આટલી ઓછી જાહેરાત કરવામાં આવી છે? વિદ્યાસહાયકોના ઉમેદવારોનું કહેવું છે કે, બાળકો માટે 01થી 05 ધોરણ એ પાયાનું શિક્ષણ છે અને તેમાં જ આટલી ઓછી જાહેરાત કરવામાં આવી છે. જે અમારી સાથે અને બાળકો સાથે થતો અન્યાય છે અને તેના માટે અમે અહીં આવ્યાં છીએ.

Exit mobile version