Site icon Gujarat Mirror

આડેધડ ડિમોલિશનનો વિરોધ: મેયર ચેમ્બરમાં બઘડાટી

કોર્પોરેટર દિલીપ લુણાગરિયા અને ભાવેશ દેથરિયાએ ટીપી પ્લોટ અને રાજમાર્ગો પરના દબાણો પહેલા દૂર કરો તેવી ઉગ્ર રજૂઆત કરી

મેયર આ મુદ્દે એક-બે દિવસમાં મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરી કોર્પોરેટરોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરશે

મહાનગરપાલિકા દ્વારા લોકોની સમસ્યા દૂર કરવા અધિકારીઓ રાત દિવસ તટસ્ત કામગીરી કરી લોકોના પ્રશ્ર્નો હલ કરતા હોય છે. પરંતુ એમાં અનેક રાજકીય અડચણો આવતી હોવાથી વિકાસના કામો થઈ શકતા નથી. તેવું અનેક વખત બન્યું છે. જેમાં હવે ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ ટાઉન પ્લાનીંગ વિભાગે છેલ્લા ત્રણ માસથી ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી છે.

તેમજ હવે લોકોની ફરિયાદના આધારે ગેરકાયદેસર બાંધકામો તોડવાનું શરૂ કરાતા અનેક રાજકીય લોકોના પેટમાં તેલ રેડાયું હોય તેમ આજે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક બાદ કોર્પોરેટર દિલીપ લુણાગરિયા અને ભાવેશ દેથરિયાએ અરજદારો સાથે ડિમોલેશનનો વિરોધ કરી મેયરને જણાવેલ કે, આપણા ટીપી પ્લોટ અને રાજમાર્ગો ઉપરના દબાણો પ્રથમ દૂર કરો અને આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી 2022 પછી દસ્તાવેજ વાળા મકાનોને નોટીસ અપાઈ છે તેની પૂન: ચર્ચા કરી લોકોની સમસ્યા હલ કરો તેમ કઈ ઉગ્ર રજૂઆત કરતા મેયર ચેમ્બરમાં ગરમા ગરમી જોવા મળી હતી.

મનપામાં નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળતા જ બાકી રહેલ ડિમોલેશનનીકામગીરી વેગવંતી બનાવી છે. તેવી જ રીતે લોકો દ્વારા ગેર કાયદેસર બાંધકામની ફરિયાદ આવે ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા તપાસ કરી નોટીસ અપાયા બાદ તુરંત ડિમોલેશન કરવામાં ાવી રહ્યું છે.

જેના લીધે ગેરકાયદેસર બાંધકામો કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રોજે રોજ અનેક ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવી રહ્યા છે. જેના લીધે પ્રજાજનોમાં ખુશી વ્યાપી છે. પરંતુ રાજકીય લાગવગ ધરાવતા અમુક લેભાગુૂઓને હવે ગેરકાયદેસર બાંધકામ કરવામાં લોકોની ફરિયાદો બાધારૂપ લાગતા તેઓએ પોતાના આકાઓને આ અંગે ફરિયાદ કરી હોય તેમ આજે મેયર સમક્ષ અમુક કોર્પોરેટરો અરજદારો સાથે રજૂઆત કરવા દોડી ગયા હતાં. આડેધડ થતાં બાંધકામોના કામને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ અમુક બે કસુર લોકોના બાંધકામો પણ તોડી પાડવામાં ંર્આવી રહ્યા છે. તેવી મેયરને રજૂઆત કરી હતી.

જેના લીધે મેયર ચેમ્બરમાં ઉગ્ર વાતાવરણ બનતા આ મુદદ્દતે સંકલન કરવા સ્ટેન્ડીંગચ ેરમેન સહિતનાઓ દોડી ગયા હતાં. અને ગેરકાયદેસર બાંધકામ અંગેની ફરિયાદો સાંભળી યોગ્ય નિર્ણય લેવાની સાંત્વના આપી હોવાનું જાણવા મળેલ છે.

શહેરમાં રોજેરોજ અનેક દુકાનો અને મકાનોના ડિમોલેશન ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા કોર્પોરેટરો માટે એક એપ લોન્ચ કરવામાં આવી હતી. જેમાં તમામ કોર્પોેટરો પોતાની ફરિયાદ કરી શકે તેનો ઉપયોગ યોગ્ય રીતે થઈ રહ્યો છે. કે કેમ તે કોઈ જાણી શક્યું નથી. પરંતુ મ્યુનિસિપલ કમિશનરે નવો નિયમ અમલમાં મુક્યો છે. જેનો લાભ અનેક પ્રમાણીક નાગરિકો લઈ રહ્યા છે. પોતાના વિસ્તારમાં થતાં ગેરકાયદેસર બાંધકામની માહિતી મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચાડી આડોધડ થતાં ગેરકાયદેસર બાંધકામો અટકાવવામાં નાગરિકો સહભાગી બની રહ્યા છે. જેના લીધે ટાઉન પ્લાનીંગ વિભાગે પણ હિંમત સાથે કમર કસી ચમરબંધીોના બાંધકામો પણ તોડવાની કામગીરી શરૂ કરી છે. પરંતુ અગાઉની માફક આ વખતે રાજકીય જોરના આધારે લોકોની ફરિયાદોના આધારે થતાં ડિમોલેશનની કામગીરીને બ્રેક લાગશે તેવું ખુદ નાગરિકો જ કહી રહ્યા છે.

Exit mobile version