સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોનટીચિંગ ભરતીનું કોકડું ગૂંચવાયુંગુજરાત મિરર અમદાવાદ,તા.11
અમદાવાદમાં સોમવારે હૈદરાબાદની EDની ટીમ દ્વારા અમેરિકન નાગરિકોને છેતરવા ગેરકાયદે ચાલી રહેલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ED દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવેના પૂર્વ એન્જિનિયર સામે EDએ સપાટો બોલાવ્યો છે. વેદપ્રકાશ અને પત્નીની મિલકતો જપ્ત કરાઈ છે. EDએ 1.58 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
અમદાવાદમાં રેલવેના પૂર્વ એન્જિનિયર સામે સીબીઆઈની ફરિયાદ બાદ ઈડીએ તપાસ હાથ ધરી છે. પૂર્વ એન્જિનિયર વેદપ્રકાશ અને તેમની પત્નીની મિલકતો જપ્ત કરવામાં આવી છે. તપાસમાં નાણાંનો અંગત ઉપયોગ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બે રહેણાંક ફ્લેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. દૈનિક ખર્ચામાં કૌભાંડના નાણાં વપરાયા છે. આ કેસમાં હવે પીએમએલએ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
EDએ 1.58 કરોડની FD અને બેન્ક બેલેન્સને કામચલાઉ રીતે જપ્ત કર્યુ છે.
અગાઉ સીબીઆઈ જબલપુરમાં અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. ACB અને CBIની ફરિયાદના આધારે EDએ સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે. ભ્રષ્ટાચાર થકી મેળવેલી બિનહિસાબી રકમનો ઉપયોગ દૈનિક ખર્ચા માટે કરવામા આવતો હતો. ગુનાની રકમનો એક ભાગ પરિવારના સભ્યોના બેંક ખાતામા જમા કરાયો હતો.આ કેસની વિગત મુજબ, CBI (અઈઇ), જબલપુર દ્વારા વેદ પ્રકાશ શ્રીવાસ્તવ વિરુદ્ધ પોતાની સત્તાવાર પદનો દુરુપયોગ કરીને અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) એકઠી કરવા બદલ FIR નોંધવામાં આવી હતી.
આ FIR ને આધારે EDએ મની લોન્ડરિંગની તપાસ શરૂૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે શ્રીવાસ્તવે તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે મોટી રકમ એકઠી કરી હતી. CBIએ આ મામલે મે 2023માં જબલપુરની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેમાં ’પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ’ એટલે કે ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા મેળવેલી કુલ રકમ ₹1.66 કરોડ અંદાજવામાં આવી હતી. ED દ્વારા જપ્ત કરવામાં આવેલી ₹1.58 કરોડની મિલકતોમાં પરિવારના નામે ખરીદેલા 2 આલીશાન રહેણાંક ફ્લેટ તેમજ વિવિધ બેંકોમાં રહેલી 22 જેટલી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને બેંક બેલેન્સનો સમાવેશ થાય છે
