મનપાના વેરાવિભાગ દ્વારા 80 કરોડની ઉઘરાણી માટે આજે ત્રણેય ઝોનમાં રિકવરીઝુંબેશ હાથ ધરી વધુ 16 મિલ્કત સીલ કરી 14ને જપ્તીની નોટીસ ફટકારી એક રહેણાંકનું નળ કનેક્શન કાપ્યું હતું. તેમજ સ્થળ ઉપર રૂા. 41.11 લાખની વસુલાત કરી હતી.
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘દેવીકૃપા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-8 ને સીલ મારેલ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘દેવીકૃપા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6 ને સીલ મારેલ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘ધ સ્પાઈર’સેવન્થ ફ્લોર-709 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.55,111150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘ધ સ્પાઈર’ફિફ્થ ફ્લોરમાં 511 ને સીલ મારેલ, ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલ ‘ઉમેશ કોમર્શિયલ.કોમ્પ્લેક્ષ’ શોપ નં-4 ને સીલ મારેલ, જામનગર રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ, ભીચરીના નાકા પાસે આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.5.99 લાખનો ચેક આપેલ, જકશન પ્લોટમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.55,000 કરી હતી.
વેરાવિભાગ દ્વારા આજે જકશન પ્લોટમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.71,140, નવાગામ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.45 લાખ, પેદક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.40 લાખનો ચેક આપેલ, સોનીબજારમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.77,737 ચેક આપેલ, મારૂૂતિ ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.54,523 ચેક આપેલ, મવડી ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.93,000ચેક આપેલ હતો. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.