વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ વાવ-થરાદ ખાતેથી 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેંટ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જે પૈકી રૂૂ.900 કરોડના ખર્ચે રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જેમાંથી રૂૂ.257 કરોડના ખર્ચે 27 કિલોમીટરની કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જેના ભાગરૂૂપે જામનગર રેલવે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વાવ-થરાદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રાજકોટ ડિવિઝનના ડીઆરએમ ગિરિરાજ મીના, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો.વિનોદભાઈ ભંડેરી, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખઓ, મહામંત્રીઓ, રાજકોટ ડિવિઝન તથા જામનગર રેલવે વિભાગના અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ તથા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

