Site icon Gujarat Mirror

રણજીત સાગર રોડ પર ફરી રેંકડી પથારાવાળાઓના દબાણ, ભારે હાલાકી

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા ગૌરવ પથ માર્ગ તરીકે રણજીત સાગર રોડની પસંદગી કરવામાં આવી છે, અને તેને સાફ સુથરો બનાવવા માટે તેમજ સંપૂર્ણપણે દબાણ મુક્ત બનાવવા માટેની છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે, પરંતુ આ ગૌરવ પથ માર્ગનું ગૌરવ કેટલાક રેકડી પથારા વાળા- શાકભાજી ની લારી વાળા છીનવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે, અને ઠેર ઠેર ફરી ઊભા થઈ ગયેલા દબાણને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

રણજીત સાગર રોડની બંને સાઈડમાં કેટલાક શાકભાજી ની લારીવાળા તેમજ પથારા વાળાઓ પોતાનો અડીંગો જમાવીને બેસી ગયા છે,તો કેટલાક અન્ય ખાદ્ય પદાર્થ ના વિક્રેતાઓ પણ આ રોડ પર ફરીથી ગોઠવાઈ ગયા છે, તેમજ કેટલાક વિક્રેતાઓએ છડેચોક મંડપ બાંધીને અહીં દબાણ સર્જી દઇ, ગેર કાયદે રીતે વેચાણ શરૂૂ કરી દીધું છે. મહાનગરપાલિકાની મંજૂરી લીધા આ તમામ દબાણ સર્જાયા હોવાથી કોઈ કર્મચારીઓની મિલીભગતથી તો આ દબાણ નથી થયા ને, તે પણ એક તપાસનો વિષય બન્યો છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાકિદની અસરથી આ માર્ગ પરથી ફરીથી દબાણ દૂર કરવા માટેની લોકોની માંગ ઉઠી રહી છે, અને ગૌરવ પથમાર્ગ નું ગૌરવ જળવાયેલું રહે, તે દિશામાં મહાનગર પાલિકાના તંત્રએ કાર્યવાહી કરવી જરૂૂરી છે.

Exit mobile version