એક-એક ઘરની તલાસી લઇ હથિયારો કબજે કરવા પોલીસને સૂચના
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે અધિકારીઓને બોલાવી બ્લુ પ્રિન્ટ બનાવી
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા હસ્તકની જમીન પર ખડકાયેલા 900થી વધારે અનધિકૃત બાંધકામો તોડી પાડવાની તૈયારીઓ શરુ કરવામ આવી છે. આગમી તા.23 ફેબ્રુઆરીને સોમવારે આ ડિમોલીશન શરૂૂ કરવમાં આવશે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. અને ડીમોલીશન પૂર્વે જંગલેશ્વરમાં મોટા ઓપરેશનની તૈયારી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમીશ્નર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં યોજાયેલી ગુપ્ત મીટીંગમાં જગ્લેશ્વ્રમાં ડિમોલિશન પૂર્વે એક-એક ઘરની તલાશી લઇ હથિયારો કબજે કરવા માટે પોલીસને સુચના આપવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તેમજ મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે ગાંઘીનગરમાં બેઠક યોજી મહત્વની ચર્ચા કરી હતી અને આ ડિમોલિશન માટે બ્લુપ્રિન્ટ બનાવી છે.
નદી કાંઠે મહાનગરપાલિકા હસ્તકની જમીન પર ખડકાયેલા 900થી વધારે અનધિકૃત બાંધકામો તોડી પાડવાની તૈયારીઓ શરુ કરવામ આવી છે. સોમવાર જંગલેશ્વર નજીકના વિસ્તારોમાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાવાનું છે. ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે 100 થી વધુ જેસીબી ટ્રેક્ટર, હેવી મશીનો સાથે મજૂરો કામે લાગશે. પોલીસ અને મહાનગરપાલિકા સહીત સરકારી વિભાગના તમામ સ્ટાફ, અન્ય ઝોનના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સહિતની તડામાર તૈયારીઓ કર્યાનું જાણવા મળ્યું છે.
અગાઉ આ તમામ મકાનધારકોને નોટિસો આપીને સુનાવણી સહિતની કાર્યવાહી કરાઈ હતી, એકાદ વર્ષથી આ પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ, હજુ અનેક મકાનો ખાલી કરાયા નથી ત્યારે મહાપાલિકાએ આજે ત્રણ દિવસની (રવિવાર સુધી) જાતે દબાણ દૂર કરવાની છેલ્લીવાર મુદત આપી છે. જો ત્રણ દિવસમાં એનધિકૃત મકાનધારકો કાર્યવાહી નહીં કરે તો ડિમોલીશનથી નુક્શાન માટે મિલ્કતધારક જવાબદાર રહેશે. જંગલેશ્વરમાં ડિમોલિશન પૂર્વે મોટા ઓપરેશનની પણ તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ડિમોલિશન પૂર્વે જંગલેશ્વરમાં મોટા ઓપરેશનને લઇ મહત્વની બેઠક યોજાઈ હતી.
જેમાં ડિમોલિશન કામગીરી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી શહેરભરની પોલીસ ડિમોલિશન પૂર્વે જંગલેશ્વરમાં મેગા ચેકિંગ હાથ ધરશે અને એક એક ઘરની તલાશી લઇ અને હથિયારો કબજે કરશે. ડીમોલીશનને લઇ જંગલેશ્વરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ઉકળતો ચરૂૂ જોવા મળી રહ્યો છે. પોલીસ અધકારીઓ સાથેની બેઠક બાદ હવે એક કે બે દિવસમાં જંગલેશ્વરમાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવશે. આ મેગા ડિમોલિશન પૂર્વે ઘણા દિવસોથી ત્યાં જુદી-જુદી ટીમો દ્વારા વિઝીટ કરવામાં આવી રહી છે. આજી નદીના પટમાં અને નાડોદાનગરનાં ટીપી રોડ શાળા નંબર 70 વાળો 80 ફૂટના રોડ પર કુલ 500 જેટલા મકાનોનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે.
સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ ઉપર સાયબર ક્રાઈમની વોચ રહેશે
જંગલેશ્વરમાં મેગા ડીમોલીશનને લઇ તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે ડિમોલિશનને લઇને અસામાજિક તત્વો દ્વારા અરાજકતા ફેલાવવા માટે સોશિયલ મિડીયા પર ખોટા મેસેજ કરી શકે છે. તેવી માહિતીને પગલે પોલીસ દ્વારા સોશિયલ મિડીયા પર નજર રાખવામાં માટે ખાસ સાયબર ક્રાઈમની ટીમેને જવાબદારી સોપવામાં આવી છે. ડીમોલીશન પૂર્વે સોશિયલ મીડિયા ઉપર સાયબર ક્રાઈમની ટીમ ખાસ વોચ રાખશે અને કોઈ પણ ભડકાઉ કે ઉશ્કેરણીજનક મેસેજ વોટ્સએપ કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થશે તો તેની સામે પોલીસ તાત્કાલિક એક્શન લેશે. સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ભડકાઉ મસેજ તેમજ ખોટી પોસ્ટ કે ફોટો અથવા વિડિયો વાયરલ કરીને ડિમોલિશન પ્રકિયામાં અડચણ ઉભી કરનાર ઉપર સાયબર ક્રાઈમની ટીમ વોચ રાખી રહી છે. ખોટી અફવા ન ફેલાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કર્યું છે.

