ગુજરાત

દિવાળી પહેલાં ખેડૂતોને 1 હજાર કરોડનું રાહત પેકેજ આપવા તૈયારી

Published

on

પાક નુકસાનીનો સરવે પૂરો, અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયને સોંપી દેવાયો

રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં અતિવૃષ્ટિથી કૃષિ પાકને ભારે નુકસાન થતા ખેડૂતો માટે લગભગ 1 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવા તૈયારી કરાઇ રહી છે. જેનો લાભ અસરગ્રસ્ત 4 લાખ જેટલા ખેડૂતોને થશે. કૃષિ પાકને નુકસાનનો સર્વે પૂર્ણ કરાયા બાદ તેનો અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં સોંપાઇ ગયો છે. ખેડૂતોને આર્થિક ફટકો પડ્યા બાદ દિવાળી પહેલા સરકાર પેકેજ જાહેર કરી સહાય કરશે.


ચોમાસામાં સમયાંતરે ભારે વરસાદ ખાબકતા સંખ્યાબંધ ખેડૂતો માટે ખરીફ સિઝનમાં પાકની ઉપજના બદલે નુકસાન વધુ થયું છે. ઓગસ્ટના અંતથી લઇને સપ્ટેમ્બરની શરૂૂઆત સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યના 14 જેટલા જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા ડાંગર, કપાસ, મગફળી અને બાગાયતમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોનો સેંકડો હેક્ટરમાં પાક બરબાદ થયો હતો. પાકને નુકસાન સાથે ખેડૂતોના ખેતરમાં પણ જમીનનું ધોવાણ થયું હતું. તેથી રવી સિઝન માટે પણ ખેતી કરવાનું ભારે મુશ્કેલ થયું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાયનો નિર્ણય લેવાઇ ગયો છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરાશે. આ અગાઉ જુલાઇમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત 9 જિલ્લાના ખેડૂતો માટે સરકારે વિધાનસભા સત્ર દરમિયાન જઉછઋના ધારાધોરણ મુજબ રૂૂ. 350 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.


ખેડૂતોને રવી સિઝનમાં રાસાયણિક ખાતર મેળવવામાં રાજ્યમાં અનેક સ્થળે સમસ્યા થઇ હોવાની બૂમ ઉઠી છે. કિસાન સંઘ દ્વારા રજૂઆત બાદ ભાજપના કેટલાક ધારાસભ્યો દ્વારા પણ કૃષિ વિભાગને રાસાયણિક ખાતર ખેડૂતોને સમયસર અને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે રજૂઆત કરાઇ રહી છે. જોકે, અધિકારી સૂત્રોના કહેવા મુજબ, ગુજરાતને મળતો રાસાયણિક ખાતરનો જથ્થો આંતરરાષ્ટ્રીય કારણોને લીધે દરિયાઇ માર્ગે અટવાઇ જવા પામ્યો છે. બેથી ત્રણ જહાજ જે જથ્થો લઇને આવતા હતા તે ભારત પહોંચ્યા નથી તેના કારણે આ સમસ્યા સર્જાઇ છે. જેનો આગામી દિવસમાં ઉકેલ આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version