Site icon Gujarat Mirror

વસતી ગણતરી માટે તંત્રની તૈયારી, ખાસ અધિકારીઓની કરાઇ નિમણૂક

ભારત સરકાર દ્વારા આગામી ‘વસ્તી ગણતરી-2027’ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વસ્તી ગણતરી માટે સ્ટાપની નિમણૂક શરૂૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે ખાસ અધિકારીઓ અને ક્લાર્કની નિમણૂક કરવામાં આવી છે.

જેમાં રાહુલ બી. ચૌહાણ પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ સુશ્રી કોમલ એન. વાઢેર નાયબ મામલતદાર મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા શ્રી પ્રદિપ કે. પરમાર ક્લાર્ક સહિતના અધિકારીઓને વસ્તી ગણતરીની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. મળતી વિગતો મુજબ, વસ્તી ગણતરીની આ પ્રક્રિયા બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કો (ઘરયાદી અને મકાન ગણતરી) આ કામગીરી આગામી 20 એપ્રિલ 2026 થી 19 મે 2026 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે.બીજો તબક્કો (વસ્તી ગણતરી) મુખ્ય વસ્તી ગણતરીની પ્રક્રિયા ફેબ્રુઆરી-2027 દરમિયાન હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં તાલુકા વાઈઝ વસ્તી ગણતરી અંગે સ્ટાફ તેમજ ટ્રેનિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે અને 20 એપ્રિલથી વસ્તી ગણતરી શરૂૂ કરી દેવામાં આવશે.

Exit mobile version