Site icon Gujarat Mirror

થોરાળામાં પાણી ઢોળવા મુદ્દે પ્રૌઢાને જેઠ-જેઠાણી અને ભત્રીજીએ માર માર્યો

શહેરમાં થોરાળા વિસ્તારમાં રહેતી પ્રૌઢા સાથે પાણી ઢોળવા મુદ્દે ઝઘડો કરી જેઠ-જેઠાણી અને ભત્રીજીએ માર માર્યો હતો. પ્રૌઢાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થોરાળામાં રહેતી કમલાબેન અશોકભાઈ મકવાણા નામના 50 વર્ષના પ્રૌઢા બપોરના સમયે પોતાના ઘર પાસે હતા ત્યારે તેના જેઠ રાજુભાઈ, જેઠાણી પ્રભાબેન અને તેના ભત્રીજી સુમનબેને પાણી ઢોળવા મુદ્દે ઝઘડો કરી ઈટ વડે માર માર્યો હતો. પ્રૌઢાને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત બીજા બનાવમાં ઘંટેશ્ર્વર પચ્ચીસવારીયામાં રહેતા સુખાભાઈ નરસીભાઈ ઓઢવાણીયા (ઉ.50) કે.કે.વી. ચોક પાસે અંડરબ્રીજ નીચે હતાં ત્યારે કરમશી નરશીએ ઝઘડો કરી પથ્થર વડે માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version