જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 6 રાધાકૃષ્ણના મંદિર વિસ્તારમાં ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહન ના ચાલકે એક વીજ પોલને ટક્કર મારી દેતાં સિમેન્ટ નો ચાલુ હાલતમાં રહેલો વિજ પોલ ભાંગીને જમીન દોસ્ત થયો હતો.
જેના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને પીચ કચેરીને જાણ થવાથી બંધ વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઉપરોક્ત વીજ પોલ ભાંગીને નીચે પડ્યા બાદ એક કાર પર ખાબક્યો હતો, જેથી ત્યાં પાર્ક કરેલી કારમાં નુકસાની થઈ હતી. પરંતુ આ વેળાએ ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી જાનહાની ટળી હતી. પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આસપાસના વિસ્તારના ત્રણ વીજ પોલના તૂટી ગયેલા વીજ વાયરને દૂર કર્યા બાદ બાકીના સમગ્ર વિસ્તારનો એક કલાકના સમયગાળા દરમિયાન જ પૂર્વવત્ બનાવી દીધો હતો. જ્યારે આ અકસ્માત સર્જીને નુકસાની પહોંચાડનાર વાહનચાલક ને શોધી કાઢવા માટે વિજ તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. જેની સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ પ્રક્રિયા હાથ ધરાશે.

