દ્વારકામાં તહેવાર ટાણે રસ્તો બંધ કરવાની પોલીસની મનમાની વેપારીઓ પાસે ન ફાવી

યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલના તહેવાર ટાણે પોલીસ તંત્રની મનમાની ના કારણે 100 જેટલા વેપારીઓએ પોતાની દુકાનો ધંધારોજગાર બંધ કરી રોડ ઉપર રામધુન બોલાવાની ફરજ પડી…

યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલના તહેવાર ટાણે પોલીસ તંત્રની મનમાની ના કારણે 100 જેટલા વેપારીઓએ પોતાની દુકાનો ધંધારોજગાર બંધ કરી રોડ ઉપર રામધુન બોલાવાની ફરજ પડી હતી.

દ્વારકા જગત મંદિર પુર્વદરવાજા તરફ થી જોધાભા માણેક ચોક તરફ ચાલીને જવા આવવા માટે ના રસ્તા ઉપર પોલીસ તંત્રએ બેરીગેટ મુકી રસ્તો બંધ કરી નખાતા ત્યાના વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ત્યાના વેપારીઓએ એકસંપ થૈઇ તંત્રની મનમાની હોવાથી પોતાની દુકાનો ધડાધડ બંધ કરી દેવાઇ હતી. એટલુંજ નહી પોતાના બંધારોજગાર બંધ કરી રોડ ઉપર ઉતરી આવ્યા હતા. અને રામધુન બોલાવી હતી. તે અહેવાલો શોશ્યલ મિડીયામાં વહેતા થતા પડધા પડ્યા હતા. પોલીસ તંત્રની મનમાન ન ચાલી અને વેપારીઓ ની માંગ સ્વીકારી આખરે ત્યા બેરીગેટ હટાવી રસ્તો ખોલ્વો પડ્યો હતો.