મુસાફર હિતરક્ષક સમિતિ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ર્નો રજૂ કરશે
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, જયંતીભાઈ હિરપરા, પ્રતાપભાઈ વાળા, એસ.પી રાજાણીની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ ડેપો ની સ્ટુડન્ટ ફેરા ની રાજકોટ નાના સગાડીયા રાજકોટ બપોરના બસપોર્ટ પર થી એક કલાકે ઉપડેલી બસ નંબર GJ-18-ણ 8404 માં શહેર ટ્રાફિક પોલીસ ની ટોઈંગ વાન નંબર GJ 3 GA 1294 તારીખ – 01/12/2025 ના શહેરના યાજ્ઞિક રોડ પર ઇમ્પીરીયલ હોટલ પાસે બપોરના 1-20 કલાકે તે સમયે જાગનાથ પ્લોટ માં ચાલી રહેલા ખોદકામના પગલે બસ અને વાન અથડાઈ હતી. અકસ્માતના પગલે ડ્રાઇવર સાઈડ માં નવી નકોર રાજકોટ ડેપો ની એસ.ટી બસ સાથે પોલીસની વાન અથડાવવાના પગલે ડ્રાઇવર સાઈડ માં બસ નો કલર ઉખડી ગયો હતો. બસની પટ્ટી ઉખડી ગઈ હતી. બસમાં ઘોબો પાડી નુકસાન થયું હતું. તત્કાલીન સમયે પોલીસ કેસ કરવાને બદલે જે તે ઝોનના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર અને રાજકોટના સિનિયર ડેપો મેનેજર જી. એચ. ચગ ની ટેલિફોનિક વાતચીતમાં કુલડીમાં ગોળ ભાંગી લેતા અને અકસ્માતમાં પોલીસ કેસ ન કરવા બાબતે ઢાંક પીછોડો કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું.
જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તારીખ 02/12/2025ના પત્ર ક્રમાંક – 731/MHS/25 થી તત્કાલીન સમયના એસ.ટીના વિભાગીય નિયામકને આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જે રજૂઆતમાં ડ્રાઇવર કંડકટરનું નિવેદન નોંધી પોલીસ કેસ ન કરવા અંગે કોની ભૂમિકા છે તે અંગે તપાસ કરવા, તારીખ 1/12/25 ના ડ્રાઇવરના લોગસીટ ની નકલ (પરિશિષ્ટ 13 મુજબ) માં અકસ્માતની વિગતો દર્શાવેલ છે કે કેમ તે લોગશીટની નકલ માગવામાં આવી હતી અને રાજકોટના સિનિયર ડેપો મેનેજર પર કાર્યવાહી કરવાની લેખિત માંગ કરવા છતાં એ રજૂઆત એસ.ટી.ની ડિવિઝન કચેરી દ્વારા તુમારશાહી નો ભોગ બનાવાય હતી.
અને આજ દિન સુધી કોઈ પણ જાતનો લેખિતમાં પ્રત્યુતર પાઠવવામાં ન આવતા જિલ્લા કલેકટર કચેરી ખાતે દર માસના ચોથા ગુરુવારે યોજાતા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ માર્ચ 2026 માં પ્રશ્ન રજૂ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્નનો સંતોષકારક જવાબ નહીં મળે તપાસ દિશાહીન બનાવવામાં આવશે અને રજૂઆત નો ઉલાળીયો કરી દેવામાં આવશે અથવા તપાસનું ફિન્ડલૂ વાળી દેવાશે તો માહિતી અધિકાર (RTI) ના કાયદાનો ઉપયોગ કરવામાં આવશે.

