વ્યાજખોરથી ત્રાસેલા વૃધ્ધે આપઘાત માટેનો મેસેજ જિલ્લા પોલીસ વડાને કરતા પોલીસ એક્શનમાં આવી
રાજકોટના પ્રહલાદ પ્લોટ, એ-વન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભાયાવદરના વતની સોની વેપારી ઉદયભાઇ હર્ષદરાય શાહ (ઉ.વ.60)એ છ વર્ષ પૂર્વે ભાયાવદરના ફાયનાન્સર વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા પાસેથી 10 વ્યાજે લીધેલા રૂૂ.2 લાખની રકમ ચૂકવી દીધા છતાં રૂૂ.6.45 લાખ વસુલવા જમીન ઉપર કબજો કરનાર ફાયનાન્સરના ત્રાસની કંટાળી જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને આપઘાત કરવા જઈ રહ્યાનો વોટસએપ મેસેજ કર્યા બાદ જીલ્લા પોલીસ વડાની સુચનાથી પોલીસ હરકતમાં આવી હતી અને મોબાઈલ લોકેશનના આધારે ઉદયભાઈને સુરત માંથી શોધી કાઢી ભાયાવદરનાં વ્યાજખોર વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા સામે ગુનો નોંધી ધરપકડ કરી ઉદયભાઈને તેમની જમીન પરત આપવી હતી.
60 વર્ષના સિનિયર સિટીઝન ઉદયભાઈએ 2020માં વિશ્વરાજસિંહ પાસેથી રૂૂા. બે લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં અત્યાર સુધી રૂૂા.5.80 લાખ ચુકવી દીધા છતાં રૂૂા. 10 લાખની વસુલવા રાજકોટ અને ભાયાવદમાં આવેલી ફાયનાન્સની ઓફિસે રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. તેમજ ઉદયભાઈના ભાયાવદરમાં આવેલા અંદાજે રૂૂા.પ કરોડની કિંમતના 18 વિદ્યાના ખેતર પર કબજો જમાવી દીધો હતો. અને ઉદયભાઈને જો રૂૂપિયા નહી આપે તો તેમના બીજા પ્લોટ અને મકાન ઉપર પણ કબજો કરવા ધમકી આપતા નાસીપાસ થેયલા ઉદયભાઈએ આપઘાતનો નિર્ણય લીધો હતો તે પહેલાં રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને વોટ્સએપમાં મેસેજ કર્યો હતો.જે મેસેજને આધારે જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે તાત્કાલિક કાયવાહી કરવા સુચના આપતા ઉદયભાઈનું લોકેશન મેળવી સુરત પોલીસની મદદથી ઉદયભાઈને શોધી કાઢી તેમની ફરિયાદ નોંધી ભાયાવદર પોલીસે વિશ્વરાજસિંહની ધરપકડ કરી તેના કબજામાં રહેલું ઉદયભાઈનું ખેતર તેમને પરત અપાવ્યું હતું.
પકડાયેલ આરોપી વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ સામે રાજકોટના બી-ડિવીઝન અને તાલુકા પોલીસ મથકમાં 2023ની સાલમાં વ્યાજખોરીના બે ગુના નોંધાયા હતા. 2013ની સાલમાં તેના વિરૂૂધ્ધ ભાયાવદર પોલીસ મથકમાં જુગારના ગુના નોંધાયો હતો. આ ઘટના બાદ હવે રાજકોટ જિલ્લામાં વ્યાજખોરી, લુખાગીરી કે નશીલા પદાર્થ બાબતે માહીતી આપવા માટે રૂૂરલ પોલીસના કંટ્રોલરૂૂમ ઉપર સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે.

