48 લાખની કિંમતના 12 વાહન ; ચાર બૂટલેગરને ઝડપી લીધા: અન્ય કેટલા શખ્સોની સંડોવણી? તપાસનો ધમધમાટ
મહુવાના લાલખાંભા વિસ્તારમાં પતરાના શેડવાળી ઓરડીમાં દારૂૂનું કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમી મળતા મહુવા પોલીસે રેડ પાડતા રૂૂા.61 લાખની કિંમતની 23,480 વિદે્શી દારૂૂની બોટલો મળી આવી હતી. મહુવા ડિવીઝનમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં દારૂૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોવાનું એએસપીએ જણાવ્યું હતું. પોલીસે બનાવમાં સંડોવાયેલા ચાર શખ્સની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને 12 વાહન સાથે કુલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહુવા પોલીસને બાતમી મળી હતી કે, લાલખાંભા વિસ્તારમાં દારૂૂનું કટીંગ ચાલી રહ્યું છે એટલે પોલીસે વિષ્ણુભાઇ ગુજરીયાના પતરાના શેડવાળી ઓરડીમાં રેડ પાડતા સ્થલ પર ચાર શખ્સ દારૂૂનું કટીંગ કરી રહ્યાં હોવાનું જોવા મળ્યું હતું.
પોલીસની એન્ટ્રી થતાં જ સ્થળ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જો કે, પોલીસે પહેલાથી જ વિસ્તારને કોર્ડન કર્યો હોવાના કારણે ચાર શખ્સને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે શેડમાં તપાસ કરતા જંગી માત્રામાં દારૂૂનો જથ્થો હોવાનું જોવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસે સ્થલ પરથી વિદેશી દારૂૂની 894 પેટી કબજે કરી હતી અને બોટલની ગણતરી કરવામાં આવતા કુલ રૂૂા.61,47,828ની કિંમતની 23,480 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂૂની બોટલ ઉપરાંત સ્થળ પરથી એક આઇસર ટેમ્પો, ત્રણ શીફ્ટ કાર, 2 બોલેરો જીપ, 2 અશોક લેલન અને ત્રણ મોટર સાઇકલ સહિત કુલ 12 વાહનો કબજે કરવામાં આવ્યા હતા જેની કિંમત રૂૂપિયા 48 લાખ છે. સ્થળ પરથી કુલ રૂૂા.1 કરોડ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે સ્થળ પરથી વિષ્ણુભાઇ નાથાભાઇ ગુજરીયા, મૂર્તૂજા અસગર ચોકવાલા, વિજય છનાભાઇ કવાડ અને દશરથ કાનજીભાઇ શિયાળ નામના ચારે બૂટલેગરને ઝડપી પાડ્યા હતા. દારૂૂનો જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને જથ્થો કોને આપવામાં આવનાર હતો ? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એએસપી અશુંલ જૈને જણાવ્યું હતું કે, મહુવા ડિવીઝનમાં આ સૌથી મોટી માત્રામાં દારૂૂનો જથ્થો ઝડપાયો છે અને તેમાં અન્ય કેટલા શખ્સની સંડોવણી છે ? તે દિશામાં તપાસ શરૂૂ કરાઇ છે.