Site icon Gujarat Mirror

ગોકુલનગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસે પકડ્યું

જામનગરમાં 200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત

જામનગરના ગોકુલ નગર નજીક સોમનાથ સોસાયટી વિસ્તારમાં શ્રમિકોની વસાહતો આવેલી છે, જે શ્રમિકો માટે નશીલા પદાર્થ ગાંજા નું વેચાણ કરીને યુવાધનને નશામાં ધકેલી દેવાનું કારસ્તાન ચાલી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે એસ ઓ જી શાખા ની ટુકડીએ વોચ ગોઠવી હતી.

એસ.ઓ.જી.ના પી.આઇ. બી.એન. ચૌધરી અને તેઓની ટીમ દ્વારા સોમનાથ સોસાયટી વિસ્તારમાં ખાનગીમાં વોચ ગોઠવી નશીલા પદાર્થનું વેચાણ કરી રહેલા વિપુલ ભીખુભાઈ ગોંડલીયા ની અટકાયત કરી હતી. જેની તલાસી દરમિયાન તેથી પાસેથી 1 કિલો અને 200 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ રૂૂપિયા 24 હજારની માલમતા કબજે કરી લઇ વિપુલ ગોંડલીયા ની અટકાયત કરી લીધી છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂૂ કરી છે.

પોલીસની પૂછતાછ દરમિયાન પોતે ગાંજાનો જથ્થો રાજસ્થાન તરફથી આયાત કરીને લાવ્યો હોવાનું અને અંબાજી વિસ્તારમાં રહેતા એક રાજસ્થાની શખ્સ ના માધ્યમથી તેણે આ જથ્થો મેળવ્યો હોવાની કબુલાત આપી હોવાથી આગળની તપાસ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાઇ છે, અને તપાસનો દોર અંબાજી સુધી લંબાવાયો છે.

Exit mobile version