ગુજરાત
યાત્રાધામ ચોટીલામાં ગંદકીના ગંજથી દર્શનાર્થીઓ પરેશાન
રાજ્યમાં પવિત્ર યાત્રાધામમાં જેની ગણનાં થાય છે. લાખો લોકો ની આસ્થા અને શ્રધ્ધા નું કેન્દ્ર છે. દરરોજ હજારો યાત્રિકો જે શહેરમાં આવે છે. તે ચોટીલા શહેરનાં સૌરાષ્ટ્ર તરફથી આવતા પ્રવેશ દ્વાર ઉપર જ ખડકાયેલા કચરાનાં ગંજ અને દૂર્ગધ મારતી ગંદકી શહેરના કહેવાતા સુશાસન અને સરકાર તેમજ તંત્ર ની દૂર્લક્ષતા અંગે સવાલ સર્જે છે.
ચામુંડાધામ એવા ચોટીલા શહેરને 18 વર્ષ પૂર્વે નગરપાલિકા નો દરજ્જો મળ્યો છે. જેમા વિશેષ પ્રમાણમાં ભાજપ શાસિત બોડી નો કબ્જો રહ્યો છે. સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત ના મિશન અંતર્ગત અનેક સાધનો આવ્યા અને ડોર ટૂ ડોર સુકો ભીનો કચરાને ભરવામાં પણ આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ રહી કે શહેર ને એકત્ર કરાતા કચરાનાં નિકાલ કરવા માટે કોઇ કાયદેસરની ડમ્પિંગ સાઇડ ન મળતા પાલિકા દ્વારા ઘરે ઘરે અને દુકાનોમાંથી ઉઘરાવતા કચરાને શહેરની ભાગોળે સ્મશાન આગળ જ ભોગાવાનાં વહેણમાં છેલ્લા ઘણા સમય થી ઠાલવવામાં આવતા શહેરનાં સૌરાષ્ટ્ર તરફનાં પ્રવેશ ઉપર જ મોટા ગંદા કચરાનાં ગંજ ની ગંદકી ને કારણે આ રસ્તો દૂર્ગધ અને રોગચાળો ફેલાવવાનું એપી સેન્ટર જેવો બન્યો છે.
પાલિકાનાં માહિતગાર વર્તુળ માંથી જાણવા માલ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષ પૂર્વે પાલિકા દ્વારા સરકારમાં ડમ્પિંગ સાઇડ અંગે દરખાસ્ત મોકલી અપાયેલ છે. પરંતુ કોઇ પણ કારણોસર કેટલાક સરકારી વિભાગોની એન. ઓ. સી ન મળવાનાં કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રશ્ર્ન ટલ્લે ચડેલ છે. પાલિકા દ્વારા ગંદો કચરો જ્યાં ખુલ્લી જગ્યા મળે ત્યાં ઠાલવવાની ફરજ સમાન બનેલ છે.
હાલ ચોટીલા થી રાજકોટ તરફ જતા એરૂૂડા મહાદેવ, જલારામ મંદિર અને કોલેજ તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર આવેલા ભોગાવાનાં નાળા નજીક રોડ ની બંન્ને તરફ કચરાને ઠાલવવામાં આવે છે જેના મોટા ગંજ ની ગંદકી અને દૂર્ગધ નાં કારણે લોકોનાં સ્વાસ્થ્ય પણ બગાડે તેવો ભય છવાયેલો રહે છે. બિમારીના ભય થી અનેક લોકો એ આ રોડ ઉપર પસાર થવાનું પણ ના છુટકે બંધ કરેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ સ્તરે ચાલુ સરકારનું પ્રતિનિધિત્વ છે. અને ચોટીલા સવિશેષ વ્યક્તિગત મહત્વ પણ છે તેમ છતા પવિત્ર યાત્રાધામ ની ડમ્પિંગ સાઇટ વગર નર્કાગાર જેવી સ્થિતિ ઉભી થઈ છે.
શહેરનાં તેમજ આવતા યાત્રિકો ના જન આરોગ્ય અને સરકારનાં સ્વચ્છ ગુજરાત ના નારા ને ખરા અર્થમાં સાર્થકતા આપવા ચોટીલા ને વહેલી તકે કાયમી કાયદેસરની કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇડ મંજુર કરાય અને તેના સર સાધનો ફિટ થાય અને લોકોમાં બિમારીનો ભય દૂર થાય તે દિશામાં જિલ્લા ના તંત્ર વાહકો ગતિમાન બને તે જરૂૂરી બનેલ છે. ડમ્પિંગ સાઇડના અભાવે યાત્રાધામના પ્રવેશમાં જ શહેરની કઠણાઈ ની ચાડી ખાતો કચરાનો ગંજ