Site icon Gujarat Mirror

લોકમેળામાં પાંચ દી’માં કચરાના ગંજ ખડકાયા, 110 ટનનો નિકાલ

53 ટીપરવાન અને 40 ડમ્પર દ્વારા મનપાના પર્યાવરણ વિભાગે કચરો નાકરાવાડી ડમ્પ ખાતે પહોંચાડ્યો

રાજકોટના ઐતિહાસિક લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન 14 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. તંત્ર દ્વારા મેળામાં લોકોની સુવિધા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલ જેમાં ખાસ કરીને સફાઇ માટે મનપાએ 260 કર્મીઓની ફોજ ઉતારી હતી અને દર એક કલાકે કચરો એકઠો કરવા માટે 53 ટીપરવાન અને 40 ડમ્પર તૈનાત કરેલ જેના લીધે પાંચ દિવસમાં લોકમેળામાં 110 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પર્યાવરણ વિભાગે જણાવેલ લોકમેળામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગની 260 કર્મીઓની ટીમ સતત ખડે પગે રહી હતી. ખાણીપીણીના સ્ટોલ પર ડસ્ટબીન ફરિજીયાત રાખવાનો નિયમ કરવામાં આવ્યો હતો.

છતા છૂટક ખાણીપીણીની વસ્તુઓ અને આઇસ્ક્રીમના પેકેટ તેમજ નમકીનના પાઇચ સહિતનો કચરો મેળાના રસ્તાઓ ઉ5ર વેરવીખેર જોવા મળ્યો હતો. જેને એકઠો કરવા માટે સફાઇ કામદારો દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવેલ અને મેળાના નિયત કરેલા રૂટ ઉપર રોજે રોજ મુકવામાં આવેલા ટીપરવાન દ્વારા તમામ કચરાને ડમ્પર ઠલવામાં આવતો હતો.

ત્યાર બાદ આ કચરો નાકરાવાડી ખાતે નિકાલ કરતા હતો. તેવી જ રીતે રાત્રીના સમયે સફાઇ કામદારો દ્વારા મેળામાં સફાઇ કરી સવાર પહેલા સ્વચ્છ કરી દેવામાં આવતુ હતુ છતા અમૂક લોકોની બેદરકારી તેમજ મનપાએ ગોઠવેલા ડસ્ટબીનમાં કચરો ન નાખવાની આળસના કારણે પાંચ દિવસ દરમિયાન મેળામાં કચરાના ગંજ ખડકાયેલા જોવા મળ્યા હતા. 24 કલાક પર્યાવરણ વિભાગની કામગીરીના કારણે રોજેરોજના કચરાના નીકાલ કરવામાં આવતો હતો.

પાંચ દિવસના ધંધાથીઓ તેમજ મેળો માણવા આવનાર લોકો દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં 110 ટન કચરો કરવામાં આવ્યો હતો. આજે મેળાનુ ગ્રાઉન્ડ ખાલી કરવાનુ હોય રાઇડ્સ તેમજ અન્ય ધંધાર્થીઓ જગ્યા ખાલી કરી નીકળી ગયા બાદ પર્યાવરણ વિભાગે ખૂણે ખાબચે ફેકવામાં આવેલ 10 ટનથી વધુ કચરો બપોર સુધીમાં એઠકો કરી તેનો નિકાસ કરવામાં આવ્યો હતો. અને હજૂ પણ સાંજ સુધી સફાઇ કામગીરી ચાલુ રહે તેમ પર્યાવરણ વિભાગે જણાવ્યું હતું.

રોજેરોજના કચરાનો હિસાબ
તા.13/8 ના રોજ 14 ટન
તા.14/8 નારોજ 15 ટન
તા. 15/8 નારોજ 18 ટન
તા. 16/8 નારોજ 16 ટન
તા. 17/8 નારોજ 18 ટન
તા. 18/8 નારોજ 18 ટન
તા. 19/8/ નારોજ 12 ટન

Exit mobile version