ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા યોજાયેલ કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે વોર્ડ નં.2ના વિવિધ વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા ઘરઘર સંપર્ક કરીને નાગરિકો સાથે સીધી મુલાકાત કરી તેમની વાતો સાંભળવામાં આવી હતી તથા જનતાની લાગણીઓ અને પ્રશ્નોને નજીકથી સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જનસંપર્ક દરમિયાન વોર્ડ નં.2ના નાગરિકોએ પોતાના સ્થાનિક પ્રશ્નો અને મુશ્કેલીઓ કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યા હતા.
લોકોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આશાવાદી છે અને કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતું આ અભિયાન લોકોની વેદનાને યોગ્ય મંચ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. નાગરિકોએ કોંગ્રેસના આગેવાનો સાથે ખુલ્લેઆમ ચર્ચા કરીને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જનસંપર્ક દરમિયાન વોર્ડના નાગરિકોએ કોંગ્રેસ દ્વારા અગાઉ કરવામાં આવેલ આમ્રપાલી બ્રિજના રીપેરીંગ માટે કરાયેલા વિરોધ કાર્યક્રમને યાદ કરીને કોંગ્રેસની કામગીરીની પ્રશંસા કરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સતત કરવામાં આવેલા પ્રયાસો અને રજૂઆતોના પરિણામે આમ્રપાલી બ્રિજનું રીપેરીંગ શક્ય બન્યું અને લોકોને લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીમાંથી રાહત મળી. આ કામગીરી બદલ કોંગ્રેસને વોર્ડ નં.2માંથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
વોર્ડના લોકોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કરાયેલ કામગીરીએ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે કોંગ્રેસ જનતાના પ્રશ્નો માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે. સ્થાનિક નાગરિકોએ આશા વ્યક્ત કરી હતી કે જેમ આમ્રપાલી બ્રિજના પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે તેમ વોર્ડના અન્ય પ્રશ્નોનું પણ કોંગ્રેસના પ્રયાસોથી યોગ્ય નિરાકરણ આવશે.
આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, વોર્ડ નં.2ના નાગરિકોએ કોંગ્રેસ પ્રત્યે જે વિશ્વાસ દર્શાવ્યો છે તે અમારા માટે પ્રેરણારૂૂપ છે. લોકોના પ્રશ્નોને અમે ગંભીરતાથી લઈ સંબંધિત તંત્ર સમક્ષ મજબૂત રજૂઆત કરીશું. કોંગ્રેસનો ઉદ્દેશ માત્ર પ્રશ્નો સાંભળવાનો નથી પરંતુ તેનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્ન કરવાનો છે.
આ કાર્યક્રમમાં વોર્ડ નં- 2ના પ્રમુખ ભાવેશભાઇ વાઘેલા, ડો.નયનાબા જાડેજા, મીનાબેન જાદવ જીતુભાઈ ઠાકર શૈલેષભાઈ મહેતા અમિતભાઈ ઠાકર બબીતા બેન ગઢિયા જયંતીભાઈ હિરપરા, મુકેશભાઇ મકવાણા, પરેશ ગઢીયા, જાવેદભાઇ મેમણ, પ્રવિણભાઇ દેસાઇ, રજાકભાઇ જીગ્નેશસિંહ જાડેજા સહિતનાઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

