ગુજરાત

અમરેલીની રાધિકા હોસ્પિટલની બેદરકારીથી દર્દી ત્રણ વર્ષથી હેરાન

Published

on

સાવરકુંડલા ના દર્દીએ 2021 મા કરાવેલ ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી ચિતલ રોડ ઉપર આવેલી રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોકટર ઉપર દર્દી દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે ત્રણ વર્ષ પહેલા કરાવેલા ઓપરેશન બાદ સતત દુખાવો થતો હોવાથી ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી તપાસ કરાવી. મહિલાના ઓપરેશન બાદ પિન અંદર રહી ગઈ માંડ જીવ બચ્યો હોવાના દર્દીના આક્ષેપો કર્યા છે. પિન અને કોટનના દોરાના કારણે ઇન્ફેક્શન થયું , માંડ જીવ બચ્યો , ડોકટર સામે દર્દીના આક્ષેપો છે. દર્દીએ હોસ્પિટલની વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી. હવે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે. ત્રણ વર્ષ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તપાસ શરૂૂ, સમગ્ર તપાસ બાદ રિપોર્ટ મેડિકલ કાઉન્સિલિંગમાં મોકલવામાં આવશે.

તાજેતરમાં જ ખ્યાતિ હોસ્પિટલ જેવો દાખલો સામે આવ્યો હતો ત્યારે હવે અમરેલીની પ્રખ્યાત હોસ્પિટલમાં બનેલ ઘટનાને લઈને મેડિકલ કાઉન્સિલિંગ વિભાગ શું એક્શન લે છે તે જોવાનું રહ્યું. 9 મહિના પહેલા એક અમરેલી ના દર્દીએ કોથળી નુ ઓપરેશન કરાવેલ જે ઓપરેશન માં હોલ રહી ગયેલ છતાં આ દર્દી ની સારવાર 9મહિના સુધી કરતા રહ્યા દર્દીને અસહ્ય દુખાવો થતા દર્દી અન્ય દવાખાને જતા જાણવા મળ્યું કે ઓપરેશન માં ખામી છે બાદમાં દર્દી રાજકોટ ખાતે સારવાર કરાવેલ ત્યાં ઓપરેશન કરવું પડ્યું હતું. આ હોસ્પિટલમાં અનેક વખત બનાવો બનતા હોઈ છે પણ હોસ્પિટલ માં વારંવાર મોટા નેતાઓ ને જોવા મળતા હોઈ તેથી તંત્ર પણ આંખ આડા કાન કરે છેઆગામી દિવસો માં જો અમરેલી માં પણ આવી અનેક હોસ્પિટલ ચાલે છે જે કાર્ડ જોઈ ને સિધા ઓપરેશન કરવાનો ખુલ્લો ધન્ધો ખોલી રાખ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version