Site icon Gujarat Mirror

ગોવર્ધન ચોકમાં બીઆરટીએસની બસ બસ સ્ટેશનમાં ઘુસી જતાં મુસાફર ઘાયલ

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોકમાં બીઆરટીએસ બસના ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા બસ બીઆરટીએસ સ્ટેશનમાં ઘુસી ગઈ હતી. આ બનાવમાં બસમાં મુસાફરી કરતા કોઠારિયા સોલ્વન્ટ પાસે 3 માળિયા ક્વાટર્સમાં રહેતા ચિરાગ પ્રવીણભાઈ પટેલ (ઉવ24)ને ઈજા થઇ હતી.બનાવને પગલે લોકો એકઠા થયા હતા. ઈજાગ્રસ્ત ચીરાગ પટેલને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગેની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ગોવર્ધન ચોક ખાતે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Exit mobile version