Site icon Gujarat Mirror

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે બિલ્ડીંગનો અમુક હિસ્સો ધરાશાયી

જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ વાળી જૂની બિલ્ડિંગ નો બીજા માળેથી કેટલોક જર્જરિત હિસ્સો એકાએક ધરાસાઈ થઈ જતાં ભારે દોડધામ થઈ હતી. આ સ્થળે નીચે આવેલી કેટલીક દુકાનો, કે જે ટપો ટપ બંધ થઈ હતી, અને લોકો બહાર નીકળી ગયા હતા. જોકે સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી, પરંતુ જર્જરી હિસ્સો હજુ પણ પડી શકે તેવી પરિસ્થિતિ હોવાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર શાખાની ટુકડી દોડતી થઈ હતી, અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સીટી બી. ડિવિઝન પોલીસ કાફલો પણ દોડતો થયો છે.

Exit mobile version