Site icon Gujarat Mirror

પરાપીપળિયા વિસ્તાર પાયાની સુવિધાઓથી આજ સુધી વંચિત

રોડ-રસ્તા-ડ્રેનેજ-પાણી, આંગણવાડી સહિતના મુદ્દે સ્થાનિકોની મ્યુનિ.કમિશનરને રજૂઆત

શહેરના છેવાળાના વિસ્તારોમા પાયાની સુવિધાઓ મનપા દ્વારા આજે પણ પૂરી પાડવામાં આવી નથી. જેમાં જામનગર હાઇવે પર પરાપીપળીયા વિસ્તારની સોસાયટીઓમાં સુવિધાઓથી વિંચત સ્થાનિકોએ આજે કોર્પોેરશનની સેન્ટલ ઝોન કચેરીએ પહોંચી પાયાની સુવિધાઓ ઝડપથી આપવા માટે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી. પરાપીપળીયાની આજુબાજુની મારૂતિનંદન સોસાયટી તેમજ વોર્ડ નં1ના અમૂક વિસ્તારોના લોકોએ આજે મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવી જણાવેલ કે વર્ષોથી 150 થી 200 ઘર વસવાટ કરે છે. ઘણા વર્ષોથી ગટર વ્યવસ્થા માટે લેખિત અને મૌખિક રજુઆતો કરી છતા કોઈ ધ્યાન પર લેવામાં આવેલ નથી.

રોડ રસ્તા બીસ્માર હાલતમાં હોઈ ચોમાસા દરમ્યાન આ રોડ રસ્તા ઉપર અનેક વાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. આ બાબતે પણ અનેક વાર રજુઆતો કરવા છતા કોઈ ફરીયાદ ધ્યાને લેવામાં આવતી નથી. નાના બાળકો માટે આંગણ વાડીની વ્યવસ્થા બાબતે કોર્પોરેટરને લેખીત અરજી આપેલ છે. તેમણે જણાવેલ કે હું આંગણવાડીનું કામ કરી આપીશ પણ હજુ સુધી સર્વે કરવા પણ આવેલ નથી. તો આ બાબતે આપનુ ધ્યાન દોરી આંગણવાળી માટે ઘટતુ કરી આપશોજી. તદ ઉપરાંત આ વિસ્તરમાં આવેલ આંગણવાડી માં અમારા બાળકોને પ્રવેશ આપતા નથી તેમજ ઘંટેશ્વર ખાતે આવેલ આંગણવાડીમાં પણ પ્રવેશ આપતા નથી તેમજ એસ.આર.પી. કેમ્પ ખાતે આવેલ આંગણવાડીમાં પણ પ્રવેશ નથી આપતા.

તે બાબતે ગંભીર વિચાર કરી જે તે આંગણવાડીને સુચના આપી અમારા બાળકોને અમારા વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં પ્રવેશ માળે તે માટે ઘટતુ કરશોજી. મારૂૂતી નંદન સોસાયટીમાં આશરે 200 થી વધારે ઘર વસવાટ કરે છે. જયાં 3 થી 7 વર્ષના બાળકો અંદાજીત 70 થી વધુ છે. એ બાળકોને આંગણવાળી માટે જામનગર – રાજકોટ નેશનલ હાઈવે કોષ કરીને આંગણવાળી એ જવું પડે છે. જે 2 કિલોમીટર દુર છે તથા નેશનલ હાઈવે ઉપર મોટા વહાનોના ટ્રાફીક વચ્ચે નાના બાળકોને કોષ કરાવવુ અત્યંત જોખમી છે. ગર્ભવતી મહિલને ઈજેકશન કે દવા માટે ચાલીને 2-કિલોમીટર જવું પડે છે. મહાદેવ પાર્ક વિસ્તારમાં ગંદકીના ઢગલાઓ છે. ત્યાં એક રેસ્ટ્રોરન્ટ આવેલ તેનો તમામ વેસ્ટેજ કચરો તેમજ ગંદુ પાણી રોડ ઉપર જ પથરાયેલુ રહે છે. આ વિસ્તારના તમામ લોકોને આ રેસ્ટ્રોરન્ટના નિકાલ કરવામાં આવેલ ગંદા પાણી તેમજ એઠવાડ માંથી પસાર થઈને જ આગળ જવુ પડે છે.

ઘંટેશ્વર ગામ સાથે કલ્યાણ પાર્ક વિસ્તાર આવેલ છે જયાં સુવિધાના નામે કોઈ પણ સગવડ નથી લોકો વર્ષોથી વેરા ભરેલ છે આ વિસ્તારમાં અંદાજીત 500 થી વધુ પરીવારો રહે છે. ત્યાં એક કેમીકલ ફેકટરી આવેલ છે તેની બાજુમાં જ એક મોટો ખાડો આવેલ છે. આ ખાડાની અંદર આ કેમીકલનું વેસ્ટેજ પાણી ઢાલવવામાં આવે છે. જેનાં કારણે આ પાણી આજુ બાજુનાં વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં વસાવેલ બોરમાં પાણી મિશ્રીત થાય છે. જે પાણી પીવા કે વપરાશ યોગ્ય ન હોવા છતાં પણ મજબુરી કારણે આ વિસ્તારના લોકોને આ પાણનો ઉપયોગ પીવા તથા વપરાશ માટે કરવો પડે છે જેના કારણે પાણી જન્ય રોગોના અવાર નવાર કિસ્સાઓ બનતા રહે છે જે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. આ માટે કેમીકલ ફેકટરી સંચાલનને નોટીસ આપી તેના વેસ્ટેજ પાણીનો યોગ્ય રીતે નિકાલ કરે અને ત્યાંના લોકોને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈ તે અપાવવા આપ સાહેબને રજુઆત છે.

Exit mobile version