Site icon Gujarat Mirror

રેવન્યુના પેન્ડિંગ રહેલા 600 પૈકી 280 કેસ બોર્ડ પર લેવાયા, 90માં ચૂકાદો

રાજકોટના કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ રેવન્યુ સંબંધિત પેન્ડિંગ કેસોના નિકાલ માટે વિશેષ કામગીરી શરૂૂ કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા એક ખાસ ટીમ બનાવીને અઠવાડિયામાં ત્રણ દિવસ રેવન્યુ બોર્ડ ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઇ ત્રણ મહિનાના 280 જેટલા કેસો હાથ ધરવામાં આવ્યા છે.

કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં 600 જેટલા પેન્ડિંગ કેસોમાંથી 280 કેસોની ઠરાવ પર લેવામાં આવ્યા છે અને તેમાંથી 90 કેસોની સુનાવણી પણ પૂર્ણ કરીનેચુકાદાઓ પણ આપી દેવામાં આવ્યા છે. આ કેસોમાં મોટાભાગે સામાન્ય મિલકત સંબંધિત અને જમીન વિવાદના કેસોનો સમાવેશ થાય છે. ઝડપી કાર્યવાહીના કારણે, આગામી એકથી બે મહિનામાં બાકી રહેલા તમામ અન્ય કેસોની સુનાવણી પૂરી થઈ જશે તેવી શક્યતા છે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપી નિકાલ થતાં વકીલો આનદ લાગણી જોવા મળી રહી છે. આ પહેલથી ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી અને સુલભ બનશે તેવી આશા છે.

Exit mobile version