Site icon Gujarat Mirror

ઉદ્યોગના પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાનો વિરોધ

કોડીનાર ખારવા સમાજ અને કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવી રોષ વ્યક્ત કર્યા

કોડીનાર માઢવાડ બંદરના ખારવા સમાજ તેમજ કોળી સમાજ ના માછીમારો એ ધંધા રોજગાર બંધ પાળ્યા ફિશીંગ બંધ કરી માછીમાંરો એ વિશાળ રેલી યોજી જેતપુર ટેક્સટાઇલ ઉદ્યોગના ઝેરી પાણી અને પોરબંદર સમુદ્રમાં ઠાલવવાની યોજના ને રદ કરવા અંગે કોડીનાર મામલતદાર નેઆવેદનપત્ર પાઠવ્યું.

સામાન્ય રીતે ચોમાસા અને સાઈકલોન સમયે દરિયા માં ફિશીંગ બંધ કરવામાં આવે છે પરંતુ આજે ન તો ચોમાસા ની સીઝન છે કે ન તો સમુદ્ર મા તોફાન છતાં સમુદ્ર માં માછીમાંરો દ્વારા ફિશીંગ બંધ રાખવામાં આવ્યું છે અને માઢવાડ બંદર થી કોડીનાર ખાતે આવી માઢવાડ સમસ્ત ખારવા સમાજ પટેલ લાલજીભાઈ લખમભાઈ ગોહેલ તેમજ માઢવાડ કોળી સમાજ પટેલ કાલિદાસભાઈ ભગવાનભાઈ વંશ ની આગેવાની માં રેલી યોજી કોડીનાર મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું છે માછીમારો એ જણાવ્યું છે કે જેતપુર માં ધમધમી રહેલી ફેકટરી ઓ નું કેમિકલ છે તે સમુદ્ર મા નાખવાનું આયોજન છે જેના કારણે અમારા ધંધા રોજગાર પર ભારે અસર પડશે આમપણ હાલ સમુદ્ર માં માછીમારો ને પૂરતી માછલી નથી મળતી અને કેમિકલ ઠાલવાસે તો માછીમારો બે રોજગાર બની જસે.

અત્રે ઉલ્લેખનીય છેકે આજે રાજ્ય ભરના તમામ બંદરો પર માછીમાંરો એ બંધ પાણી આવેદન પાત્ર પાઠવયા છે જો કે માછીમાટે ની માંગ નહિ સંતોષાય તો આગામી દિવસો માં મહા આંદોલન ના ભણકારા વાગી રહ્યા છે
માછીમાર સમાજ નેતા જીતુભાઈ કુહાડા એ જણાવ્યું છે કે ગુજરાત માં 7 પ્લાન ને સમુદ્ર મા.કેમિકલ યુક્ત પાણી ઠાલવવવાની મંજૂરી ભૂતકાળ માં મળેલી છે એ સાત પલાન નાં કારણે સમુદ્ર મા ભારે નુકશાન થય રહયું છે હવે જેતપુર નાં 700 પ્લાન ને મંજૂરી આપવામાંઆવી છે જો તે કેમિકલ યુક્ત પાણી છોડશે તો માછીમારો પાયમાલ થય જસે..ભારત માં 5 હજાર કંપની ને મંજૂરી આપવાની વાત થય રહી છે જો એવું બનશે તો આખા દેશ ના સમુદ્ર ને અસર થવાની છે અમે સરકાર ને 62 હજાર કરોડ હૂંડિયામણ કામી ને આપીએ છીએ.. જીડીપી માં અમારો 2 ટકા ઉપર નો ગ્રોથ છે જેથી સરકાર એમને નજર અંદાજ ન કરે અમે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના દરવાજા ખટ ખટાવીશું શું પણ આં કેમિકલ યુક્ત પાણી સમુદ્ર મા નહિ છોડવા દઈએ.

Exit mobile version