ક્રાઇમ

ગોંડલમાં બજાજ ફાઇનાન્સ કંપનીના નામે રૂા.3.58 લાખની ઓનલાઇન ઠગાઇ

Published

on


ઓનલાઈન લોભામણી લાલચો સાથે આજકાલ છેતરપિંડીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ગોંડલ પંથક માં બજાજ ફાઇન્સ કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ સાથે પાંચ લાખ ની લોન ની લાલચ આપી રુ.3,58,948 ઓનલાઈન પડાવી લઇ છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ થઈ છે. બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકા નાં ગુંદાસરામાં રહેતા અને સડક પિપળીયામાં આવેલ રવિ ટેકનોફોર્જ કંપનીમાં કામ કરતા જયેશભાઇ ગોવીંદભાઇ રાઠોડને પિતાની સારવાર અર્થે પૈસાની જરૂૂરિયાત હતી. તેવા સમયે તેમને એક ફોન આવ્યો.

ફોન પર એક શખ્સે હિન્દી ભાષામાં બજાજ ફાઇન્સ કંપનીના મેનેજર પ્રિયમ ઝા તરીકેની ઓળખ આપી ફરીયાદીને રૂૂપિયા 5 લાખની લોન આપવાની વાતચીત કરી હતી.જયેશભાઇને રૂૂપિયાની જરૂૂરિયાત હોવાથી તેમણે લોન લેવાની હા પાડતા લોન મંજુર કરાવવા માટે ફરિયાદીના આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા તથા પાસબુકની નકલો ઓનલાઇન મંગાવી હતી.બાદ માં અલગ અલગ તારીખ સમયે કોઇને કોઇ ફી ટીડીએસ ચાર્જ તેમજ ટેક્ષ રૂૂપે કોઇને કોઇ ચાર્જ લગાડી કુલ મળી રૂૂપિયા 3,58,948/- ઓનલાઇન પડાવી લીધા હતા.જયેશભાઇ એ પાંચ લાખ ની લોન ની આશાએ મિત્ર પાસેથી પૈસા લઇ ગુગલ પે દ્વારા પ્રિયમ ઝા ને ભરી આપ્યા હતા.લાખો રૂૂપિયા પડાવી લેવા છતાં લોન ના મળતા ફરિયાદીના ભાઈ દિપકભાઈ ને શંકા જતા તેમણે ફોન પર પ્રિયમ ઝા સાથે વાત કરતા તેણે ફોન કાપી નાખ્યો હતો.જેથી છેતરપીંડી થયાનું જણાતાં જયેશભાઈ એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ઇન્ફોર્મશન ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version