Site icon Gujarat Mirror

શાપર (વેરાવળ)માં એક મહિનાની બાળકીનું શ્ર્વાસની બિમારીથી મોત

શાપર (વેરાવળ)માં રહેતા પરિવારની એક મહિનાની માસુમ બાળકીનું શ્ર્વાસની બિમારી સબબ મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ શાપર (વેરાવળ)માં આનંદ રેસીડેન્સીમાં રહેતા વિજયભાઇ સોલંકીની એક મહિનાની પુત્રી તન્વી આજે સવારે ઘરે હતી. ત્યારે શ્ર્વાસ ચડતા બેભાન થઇ ગઇ હતી. જેને સારવાર માટે તાત્કાલીક રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે શાપર (વેરાવળ)પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક તન્વી એક ભાઇ બે બહેનમાં નાની અને તેના પિતા ભંગારનું કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. શ્ર્વાસની બિમારી સબબ માસુમ બાળકીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.

Exit mobile version