અમરેલીના જાળિયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થતાં એકનો આપઘાત

કિશોરીને મનમાં લાગી આવતાં ઝેરી દવા પીધી હતી અમરેલી તાલુકાના જાળીયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થયા બાદ 15 વર્ષિય કિશોરીને મનમાં લાગી આવતા તેણે ઝેરી…

કિશોરીને મનમાં લાગી આવતાં ઝેરી દવા પીધી હતી

અમરેલી તાલુકાના જાળીયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થયા બાદ 15 વર્ષિય કિશોરીને મનમાં લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનામાં કિશોરીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. અમરેલીના જાળીયામાં સુરાભાઈ પરબતભાઈ નાકરાણીની વાડીએ રહેતા મુકેશભાઈ ખીમજીભાઈ મુવેલ (ઉ.વ.40)એ તાલુકા પોલીસને જણાવ્યું હતું કે રાધાબેન મુવેલને તેની બહેન સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે તેને મનમાં લાગી આવ્યું હતું. ત્યારે 22 ડિસેમ્બરના રોજ રાધાબેને પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ રાધાબેનનું મોત નિપજ્યું હતું. બે બહેનો વચ્ચે બોલાચાલી બાદ કિશોરીનું મોત થતા પરિવારમાં આક્રંદ સવાયો હતો. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાણ કરાઇ છે.