Sports

ઓલિમ્પિક્સ-2036 અમદાવાદમાં રમાશે, ભારતે યજમાન બનવા IOCને લખ્યો પત્ર

Published

on

પ્રથમ વખત એવું બનશે કે ભારતમાં ઓલિમ્પિક્સનું આયોજન થશે

ભારતે 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (ઈંઘઅ)એ આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને એક સત્તાવાર પત્ર સુપરત કર્યો છે, જેમાં ભારતે ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ પગલા સાથે ભારતે ઓલિમ્પિકની યજમાની તરફ એક મોટું પગલું ભર્યું છે.


કેન્દ્રીય રમતગમત મંત્રાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ભારત સરકારે આઇઓસીને 1 ઓક્ટોબરના રોજ લેટર ઓફ ઈન્ટેન્ટ દ્વારા ગેમ્સનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની જીતે છે, તો તે પ્રથમ વખત બનશે કે ભારતીય શહેરમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું ભારત ઓલિમ્પિક ગેમ્સ-2036ની યજમાની કરશે. 3 મહિના પહેલા પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ એક સિલ્વર સહિત 6 મેડલ જીત્યા હતા.


2032 સુધીના યજમાન નક્કી કરવામાં આવ્યા છે, 2036 માટે બિડિંગ કરવામાં આવશે. 2032 સુધીના ઓલિમ્પિક યજમાનોનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2032ની યજમાની ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરને આપવામાં આવી છે. જ્યારે, 2028 ઓલિમ્પિક્સ લોસ એન્જલસમાં યોજાવાની છે.


ભારતે અત્યાર સુધીમાં 2 એશિયન અને એક કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી છે. દેશે છેલ્લે 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ પહેલા આપણા દેશમાં 1982 અને 1951ની એશિયન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version