Site icon Gujarat Mirror

સિવિલમાં વૃધ્ધનો મૃતદેહ બે કલાક રઝળ્યો

બીમારી સબબ મોત થયા બાદ તબીબે રીટ્રોગેટ MLC કર્યુ, પોલીસે ચોકીએ આવવામાં બે કલાક લગાડ્યા, પરિવારજનોમાં આક્રોશ

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં વારંવાર વિવાદ ઉભા થયા છે. આજે એવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરના કોઠારિયા રોડ પર હુડકો ચોકડી પાસે આવેલા શ્રધ્ધા સોસાયટીમાં રહેતા વૃધ્ધનું શ્ર્વાસ અને ડાયાબિટીસની બિમારી સબબ બેભાન થઇ જતા મોત નીપજ્યુ હતુ અને તેમના મૃત્યુનું કારણ જાણવા વોર્ડમાં રહેલા તબીબે રીટ્રોગેટ એમએલસી કર્યા બાદ પોલીસ ચોકીએ આવવા માટે બે કલાક લગાડતા દર્દીનો મૃતદેહ બે કલાક સુધી રઝળ્યો હતો. જેને કારણે તેમના સગા સંબંધીઓ રોષે ભરાયા હતા. જો કે, સિનિયર તીબીબે આવી સિવિલ ચોકીએ આવી દર્દીને ફાઇલ પર સહી કરતા અંતે મામલો થાળે પડી ગયો હતો.

વધુ વિગતો મુજબ શહેરના કોઠારિયા રોડ પર આવેલી શ્રધ્ધા સોસાયટીમાં રહેતા મહેશભાઇ ચુનીલાલ જોબનપુત્રા (લોહાણા) (ઉ.વ.73) નામના વૃધ્ધ બિમારી સબબ ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા. જેઓની શ્ર્વાસ અને ડાયાબિટીસની સારવાર ચાલુ હતી તે દરમિયાન તેઓ આજે સવારે પાંચ વાગ્યે અચાનક બેભાન થઇ જતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ અગાઉ આ કેસ એમએલસી જાહેર ન કર્યો હોય જેથી વૃધ્ધના મોત બાદ તબીબે મોતનુ કારણ જાણવા રીટ્રોગેટ એમએલસી જાહેર કર્યુ હોય જેથી તેઓએ સંબંધીઓને ફાઇલ લઇ પોલીસ ચોકીએ મોકલ્યા હતા.

આ ઘટનામા વૃધ્ધની સારવાર કરી રહેલા અને રીટ્રોગેટ એમએલસી જાહેર કરનાર તબીબે પોલીસ ચોકીએ જવુ પડતુ હોય છે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થાય છે. આમ છતા તબીબે પોલીસને જણાવ્યુ હતુ કે, તેઓને અન્ય દર્દીઓની સારવાર માટેનો રાઉન્ડ ચાલુ છે. જેથી સમય લાગશે. તેમ કહેતા મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા અને ઇમરજન્સી વિભાગ પાસે એકઠા થતા મામલો ગરમાયો હતો અને ત્યારબાદ આ ઘટનાની જાણ આરએમોને કરવામાં આવતા તેઓએ અન્ય તબીબ ડોક્ટર હેમાંગ કુંગશીયાને મોકલી રીટ્રોગેટ એમએલસી જાહેર કરી દર્દીની ફાઇલમાં સહી કરતા અંતે મામલો થાળે પડ્યો હતો. દર્દીની હઠને કારણે મૃતક વૃધ્ધનું મૃતદેહ બે કલાક સુધી રઝળી પડ્યો હતો.

Exit mobile version