Site icon Gujarat Mirror

બેડીપરામાં વૃદ્ધે નાઈટ પેન્ટ વડે ગળોફાંસો ખાઈ કર્યો આપઘાત

શહેરમાં બેડીપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધે નાઈટપેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બેડીપરા વિસ્તારમાં વાસુકીદાદાના મંદિર પાસે રહેતા કેશુભાઈ ટપુભાઈ રાતોજા નામના 75 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે સવારના સમયે કોઈ અગમ્યકારણસર લોખંડના એંગલમાં નાઈટપેન્ટ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. વૃદ્ધને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં ફરજપરના તબીબે જોઈ તપાસી નિસ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ઓમનગર સર્કલ પાસે આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા સોનિયાબેન વિમલભાઈ ખેર નામની 26 વર્ષની પરણીતા પોતાના ઘરે હતી ત્યારે બિમારીની વધુ પડતી ગોળીઓ ખાઈ લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version