Site icon Gujarat Mirror

વ્યાજબી ભાવના દુકાનદારો પાસેથી અધિકારીઓના ઉઘરાણાં

 

 

જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગને સસ્તા અનાજની દુકાન મારફત સસ્તા દરે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામા આવી છે જેમા ક્ષતિઓ કે ભૂલ નથી થતી અનાજ યોગ્ય રીતે વિતરણ થઇ રહયુ છે કે નહી તે અંગેની જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે સ્થળ પર જઇ ચકાસણી કરવામા આવતી હોય છે પરંતુ અધિકારીઓ દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામા આવી રહયો છે અને નાની નાની ભુલોને મોટી ગણાવી ઉઘરાણા કરવામા આવતા હોવાના આક્ષેપ ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી હિતુભા જાડેજા દ્વારા કરાયા છે .
ગરીબ અને મધ્યમવર્ગીય લાભાર્થીઓને અનાજ કઠોળ, ખાંડ, તેલ, નમક વગેરે વિતરણ કરવાનુ કામ વ્યાજબી ભાવના દુકાનદારભાઈઓ ખુબજ નજીવા કમિશનથી કરી રહ્યા છે અને આ કામગીરી જિલ્લા પુરવઠા કચેરીની સીધી દેખરેખ નીચે હોય છે સસ્તા અનાજની દુકાનની તપાસણી અધિકારી દ્વારા આકસ્મિક કે રૂૂટિન તપાસણી સ્થળ ઉપર જય ને કરવામાં આવે છે ત્યારે ટેક્નિકલ કે શ્રુલક બાબતો જોવા મળતા મળેલ ક્ષતીનો ઈરાદાપૂર્વક રાય નો પહાડ બનવવામાં આવે છે અને ખાતાકીય કેસો કરવામાં આવે છે અને આ તપાસણી અધિકારીઓ સરકારના ઠરાવો પરિપત્રો સૂચના નો માત્ર એકતરફી અમલ કરી નિર્દોષ દુકાનદારો ને દડિત કરીને આતમસંતોષ લેતા હોય છે અને આ કામગીરીમાં ખરેખર દોષિતો તો આર્થિક વ્યવહાર કરીને છટકી જતા હોય છે પરંતુ નિર્દોષ દુકાનદારો સામાન્ય બાબતે દંડતા હોય છે.

સરકારની કોઈપણ કામગીરી જો પારદર્શક વહીવટી અને નિયમનુસાર હોય તો એમાં કોઈને શંકા ના હોય પરંતુ આખરે તપાસણી અધિકારીએ સરકાર ના ઠરાવ પરિપત્રો સૂચનાનું પાલન કરવું જ જોઇએ જે ભાવનગર જિલ્લામાં કરવામાં આવતું નથી સસ્તા અનાજના દુકાનની આકસ્મિક તપાસણી સમયે મળી આવતી ટેક્નિકલ કે ક્ષુલ્ક ભૂલ બાબતે ખાતાકીય કેસ ના કરવા બાબતે ગુજરાત સરકાર દ્વારા 22/9/1989 નો ખાસ ઠરાવ પસાર કરવામાં આવેલ. છે જેની જોગવાય નો તપાસણી અધિકારી ભંગ કરી રહ્યા છે.

તપાસણી સમયે મળી આવતી જથ્થાની ઘટ મા દોઢ થી બે ટકા સુધીની વેચાણ આધારિત ઘટ મજરે આપવાની સ્પષ્ટ જોગવાય છતાં તપાસણી અધોકારી આવી ઘટ મજરે આપ્યા વગર ખાતાકીય કેશો કરે છે અને આવા કેસ ચલાવનારા જિલ્લા પુરવઠા અધિકારી પણ દુકાનદાર ના ખુલાસા ગ્રાહ્ય રાખતા નથી કે સરકારના ઠરાવ ની જોગવાઈ નો અમલ. કરતા નથી અને દુકાનદારોને મસ મોટા દંડ આપી રહ્યા છે આ અંગે એસો તરફથી અનેકવાર રજૂઆત છતાં પોતાની મનમાની કરી રહ્યા હોય રાજ્ય એસો ને રજૂઆત મળતા આ અંગે સરકારશ્રી મા પત્ર લખવામાં આવ્યો છે અને યોગ્ય ઉકેલ નહીં આવે તો જિલ્લા પુરવઠા વિભાગ સામે દુકાનદારો દ્વારા ઘરણા પ્રદર્શન કરવામાં આવશે.

જેસર તાલુકાના એક દુકાનદાર ની આકસ્મિક. તપાસણી બાબતે ટેક્નિકલ ક્ષતી અને જથ્થામાં. 17 કિલો જેવી નજીવી ઘટ કે જે 22/9/89 ના ઠરાવ મુજબ મજરે આપવા પાત્ર હોવા છતાં ભાવનગર જિલ્લા. પુરવઠા અધિકારી દ્વારા દુકાનદાર ને કારણદર્શક નોટિસ આપી દુકાનદારનો ખુલાસો માન્ય રાખવાના બદલે તેની પરવાનાં ની સંપૂર્ણ રકમ જપ્ત કરી અને ઘટ પડેલ. જથ્થાની બહુ મોટી રકમ વસુલતો અન્યાયાઈ. હુકમ. કરવામાં. આવેલ છે અને આ. અધિકારી દ્વારા અનેક કિસ્સામાં આ. ઠરાવ ની જોગવાઈ વિરૂૂધમાં કામગીરી કરવામાં આવેલ. હોય દુકાનદારો મા. રોષ વ્યાપી રહ્યો છે આ બાબતે જો યોગ્ય કરવામાં. નહીં આવે તો. તમામ દુકાનદારો આંદોલાત્મક કાર્યક્રમો આપશે જેના પરિણામે વિતરણ વ્યવસ્થા પણ ખોરવાય શકે છે .

—-

 

Exit mobile version