Site icon Gujarat Mirror

વેચાણ દસ્તાવેજ રદ કરતો દાવો દાખલ કરવાથી વાંધેદારોને કોઇ રાહત મળી શકે નહીં: એડવોકેટ

રાજકોટ જીલ્લા તથા તાલુકાના ગામ રૈયાના પોશ વિસ્તારમાં આવેલ કિમંતી ખેતીની જમીન આશરે એકર 3-34 ગુંદા ખેતીની જમીન આવેલ છે જેમાં હર્ષદરાય બચુલાલ તન્નાનું અવસાન થતા તેમના સીધીલીટીના અને કાયદેસરના વારસદાર દરજજે સદરહું જમીનમાં વારસાઈ નોંધ દાખલ થવાથી વિણાબેન હર્ષદરાય તન્ના, કવિતાબેન હર્ષદરાય તન્ના વા.ઓફ ભુપેશભાઈ સામા, હેત હર્ષદરાય તન્ના, વિક્રમ હર્ષદરાય તન્ના, સારીકાબેન હર્ષદરાય તન્ના, ઋષીકેશ સચદે અને દીપા હર્ષદરાય તન્ના વા.ઓફ હીતેષભાઈ પારેખનું વારસાઇ દરજજે નામ દાખલ થયેલ અને સદરહું ખેડવાણ જમીનના સંયુકત માલીક અને સંયુકત કબ્જેદાર બનેલ.

હર્ષદરાય તન્નાએ તેમની હૈયાતીમાં ઓરલ પાર્ટીશનથી ઉપરોકત વારસદાર પૈકી વિક્રમ હર્ષદરાય તન્નાને સંપૂર્ણ ખેતીની જમીનનો હકક,હિસ્સો મૌખીક રીતે તેમના એકલાને આપેલ હોય જે અંગે પ્રાંત અધિકારી તેમજ કલેકટર સમક્ષ કેસ ચાલેલ જે તકરાર મહેસુલી ઓથોરીટીએ માન્ય રાખેલ ન હોવા છતા વેચાણ દસ્તાવેજ સામે ખોટ તકરારો લાવેલ હોય તેમજ સહ: હિસ્સેદાર સારીકાબેન હર્ષદરાય તન્નાએ રાજકોટના મહે.પ્રિન્સીપાલ સિનીયર સિવિલ જજ સમક્ષ મિલ્કત સબંધી પાર્ટીશન કરી વિભાજન કરી આપવા દાખલ કરવામાં આવેલ.

આ કામના ખેડુત દીપા હર્ષદરાય તન્ના વા.ઓફ હીતેષભાઈ પારેખએ તેમના કુટુંબના હિત-લાભ અર્થે પોતાના હિસ્સે આવતી અવિભાજય હિસ્સાની ખેતીની જમીનનો 16.66% અવિભાજય હિસ્સો આયુષ કમલેશભાઈ રામાણી તથા ગોપાલ ગણેશભાઇ પટેલને રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી અવિભાજય હિસ્સાનું વેચાણ કરેલ સરદહું અવિભાજય વેચાણ દસ્તાવેજના આધારે રેવન્યુ રેકર્ડ હકક પત્રકમાં નોંધ દાખલ થયેલ જે નોંધમાં સહ:હિસ્સેદારોએ વાંધાઓ લાવતા તેમજ વેચાણ દસ્તાવેજના આધારે દાખલ થયેલ નોંધ પડકારવામાં આવેલ જે વાંધા અરજી રેકર્ડ ઉપર લઈ રાજકોટ સીટી પ્રાંત-1 અધિકારી સમક્ષ તકરારી કેસ ચલાવવા અવેલ.
કેસ કામે વાઘેદારો જમીન વારસાઇ પ્રકારની વડીલોપાર્જીત હોય જેમાં સહહિસ્સેદારની સહી સમંતી લેવામાં આવેલ ન હોય, તેમજ કોર્ટમાં લીટીગેશન પેન્ડિંગ હોય, જમીન ખરીદ કરવા સહહિસ્સેદાર અગ્રહકક ધરાવતા હોય વેચાણ વ્યવહાર ગેરકાયદેસરનો અને ફોડ આચરીને કરવામાં આવેલ હોય, ટુકડા ધારાનો ભંગ થતો હોય તેવી તકરાર ઉઠાવેલ.

જે અન્વયે આયુષ કમલેશભાઈ રામાણી તથા ગોપાલ ગણેશભાઈ પટેલના વિદવાન વકીલ તરફથી લેખિત/મૌખિક એવી રજુઆત કરવામાં આવેલ કે ખરીદનાર તરફથી કાયદેસરનો ચુકતે અવેજ ચુકવી જમીન ખરીદ કરેલ હોય તેમજ વેચાણ આપનાર ખેડુત દીપાબેન હર્ષદરાય તન્ના દ્રારા અવિભાજય હિસ્સો વેચાણ કરેલ હોય જેથી કોઈ ટુકડાધારાનો ભંગ થયેલ ન તેમજ કોઇ ચોકકસ હિસ્સો ખરીદ કરેલ ન હોય તેમજ વેચાણ આપનાર દ્રારા કોઇ વાંધો તકરાર લેવામાં આવેલ ન હોય દીપાબેન હર્ષદરાય તન્નાએ પોતાની રાજી-ખુશીથી કાયદેસરનો અવેજ સ્વીકારી વેચાણ કરેલ હોય, સહ:હિસ્સેદારની સહી કે સમંતિ લેવી ફરજીયાત ન હોય, તે સબંધે નામદાર વડી અદાલતોના ચુકાદા રજુ રાખેલ તેમજ રજીસ્ટર્ડ દસ્તાવેજની લીગાલીટી નકકી કરવાની સતા કે મિલ્કતના હકક સબંધેની તકરારનો નિર્ણય કરવાની સતા સિવિલ કોર્ટ છે પરંતુ હકકપત્રકે વણવહેંચાયેલ હિસ્સા સંબંધિત રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અંગેની નોંધ નિકાલ હકકપત્રક અદ્યતન રાખવા અંગે મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ-1879 મુજબ મહેસુલી અધિકારીએ કરવાના થાય છે.

રેવન્યુ ઓથોરીટીને માલીકી કે હિસ્સો નકકી કરવાનો અધિકાર ન હોય તેમજ રજી.વેચાણ દસ્તાવેજના અનુસંધાને દાખલ થયેલ નોંધ પાડવી જોઈએ તેવા અને વડી અદાલતોના ચુકાદા હોય તેમજ અવિભાજય હિસ્સા અંગે સરકાર દ્રારા ખાસ પરીપત્ર બહાર પાડવામાં આવેલ હોય જે અનુસંધાને ખરીદનારના વકીલની ધારદાર લેખિત રજુઆત તથા મૌખિક દલીલો ધ્યાને લઇ પ્રાંત અધિકાર રાજકોટ-1 દ્રારા રજી.વેચાણ દસ્તાવેજ મુજબની અવિભાજય હિસ્સાની નોંધ મંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે. ઉપરોકત કેસમાં વતી જમીન ખરીદનારાઓ વતી રાજકોટના ખ્યાતનામ એડવોકેટ પરેશ એન.કુકડીયા, પરેશ ઠાકર, જયદીપ કુકડીયા, મિહીર કુકડીયા, પાર્થ કોટક, અનિમેષ ચૌહાણ, સુહેલ પડાણ, રવિરાજ ગોહેલ વિશાલ જોગરાણા, જયદીપ ખાચર, ખુશી પટેલ રોકાયેલ હતા.

Exit mobile version