Site icon Gujarat Mirror

જિલ્લામાં તા.22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયાની ઉજવણી કરાશે

બાળ તુલા, ગૃહ મુલાકાત, તંદુરસ્ત આહાર પ્રથાઓ વિશે જાગૃતિ શિબિર, બાળકોમાં સ્થૂળતા દૂર કરવા અંગેની વિવિધ પ્રવૃત્તિઓ સહિતના કાર્યક્રમો યોજાશે

જામનગર જિલ્લામાં આગામી તા.22 એપ્રિલ, 2025 સુધી નસ્ત્રપોષણ પખવાડીયાસ્ત્રસ્ત્રની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં કુપોષણ દૂર કરવા અને તંદુરસ્ત આહાર પ્રથાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. આ અંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમના સુચારૂૂ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની શરૂૂઆતમાં ઉપસ્થિત સૌએ પોષણ પખવાડિયા અંગેના શપથ પણ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.8 માર્ચ, 2018ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં જનજાગૃતિ માટે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જામનગર જિલ્લામાં આ ઉજવણી આગામી તા.22 એપ્રિલ, 2025 સુધી ચાલશે.

આ વર્ષના નસ્ત્રપોષણ પખવાડા-2025‘સ્ત્ર દરમિયાન વિવિધ થીમ પર આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરમાંના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર-પ્રસાર કરવો, સી.એમ.એ.એમ. મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન કરવું અને બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવન શૈલીની થીમનો સમાવેશ થાય છે.

સમગ્ર પખવાડિયા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં બાળ તુલા દિવસની ઉજવણી, દરેક ઘરે જઈને મુલાકાત કરવી, મમતા દિવસની ઉજવણી, સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવી, બાળકોમાં સ્થૂળતા દૂર કરવા માટે નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવું, પોષ્ટિક આહાર અને ટી.એચ.આર. (ટેક હોમ રાશન)નો પ્રચાર-પ્રસાર કરવો, તંદુરસ્ત આહાર પ્રથાઓ વિશે જાગૃતિ શિબિરો યોજવી, વરસાદી પાણીના સંગ્રહને લગતી પ્રવૃત્તિઓ કરવી, ગર્ભાવસ્થા દરમિયાન એ.એન.સી. (એન્ટીનેટલ કેર) પર જાગૃતિ સત્રોનું આયોજન કરવું, સ્તનપાન અંગે શિબિરો અને ઘર મુલાકાતો યોજવી, બાળકોમાં સ્થૂળતા દૂર કરવા માટે દોડ સ્પર્ધા અને રમતોનું આયોજન કરવું, વાનગી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને પૂર્ણા દિવસની ઉજવણી જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આંગણવાડી અને શાળાએ જતા બાળકોની સમયાંતરે આરોગ્ય તપાસણી કરવા અને એક પણ બાળક કુપોષિત ન રહી જાય તેની કાળજી લેવા ઉપસ્થિત અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ સેવાઓ) વિભાગને સંકલનમાં કામગીરી કરીને જામનગર જિલ્લાને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં, તેમણે દવાઓ અને પોષક આહાર દરેક બાળક સુધી નિયમિત રીતે પહોંચે તે પ્રમાણે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ તેમજ તાલુકા કક્ષાના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલથી જામનગર જિલ્લામાં બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવામાં મદદ મળશે.

Exit mobile version