ગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ ભીસ્તીવાડનો કુખ્યાત શખ્સ ઝડપાયો

મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સના જામીન રદ થતાં ફરાર થઇ ગયો હતો મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા…

મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સના જામીન રદ થતાં ફરાર થઇ ગયો હતો

મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા ભીસ્તીવાડના કુખ્યાત શખ્સના ગુજસીટોકમાં જામીન રદ થયા બાદ તે ફરાર થઇ ગયો હોય જેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ભીસ્તીવાડના કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકો અકબર ઉર્ફે હકુભા ખીયાણી (ઉ.વ.40)ને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ પ્ર.નગર પોલીસને સોંપી દીધો હતો. 2020માં એઝાઝ વિરૂૂધ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જેમાં તેના સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન રદ કરી સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરંટ ઈશ્યુ કર્યું હતું. જેને કારણે ઘણાં સમયથી પોલીસ તેને શોધતી હતી. પરંતુ હાથમાં આવતો ન હતો. આખરે ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ એમ.કે. મોવલીયાએ તેને ભાવનગર રોડ પરથી ઝડપી લીધો હતો. તેના છે વિરૂૂધ્ધ ગુજસીટોક ઉપરાંત અપહરણ, મારામારી, જુગારધારા સહિતના 11 ગુના શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં નોંધાયેલા છે.

પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ એસીપી ભરત બી બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર તથા પોલીસ ઇન્સ્પેક્ટર સી.એચ.જાદવ તથા પીએસઆઇ એમ.કે.મોવલીયા, એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા તથા પો. હેડ કોન્સ. સુભાષભાઇ ઘોઘારી, ક્રિપાલસિંહ ઝાલા, પ્રતિકસિંહ રાઠોડ તથા પો. કોન્સ. તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.