Site icon Gujarat Mirror

મર્યા પછી પણ શાંતિ નહીં; દાખલા માટે ઇ-મેલ આઇડી ફરજિયાત!

0 MNS G7.4 IN10 N4 RN4 O0.40 Y120.00 C20.00 YT1 CT1 s0 sY0.00 S300 C50 NRThrd2 needASF1 FM0 CR1.04 [0,0,0] Prymid2 maxDarkArea0.31 maxBrightArea0.49 maxPeakNotSat2.42 dr24.30 br2.44 wdr9.78 wbr0.94 sbr0.18 ldr27.35 lns49.0 FC000010000bfalic 0000X

મનપાના જન્મ-મરણ વિભાગમાં એક માસથી અંધાધૂંધી, ત્રણ પોર્ટલમાં થતી કામગીરીથી અરજદારો પરેશાન

પદાધિકારીઓ ઉઠતી બજારે તાયફાઓમાં વ્યસ્ત, વિપક્ષ નિષ્ફળ, પ્રજાજનો લાચાર

મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 30 દિવસથી આંધાધુંધી સર્જાઇ છે અને અરજદારો દાખલાઓ માટે લાઇનો લગાવી રહ્યા છે. ત્યારે જ મરણ દાખલા માટે ઇ-મેઇલ આઇડી ઉપર મેસેજનો નિયમ ફરિજાયત બનાવાતા અરજદારોમાં રોષ વ્યાપી ગયો છે. છેલ્લા ઘણા સમયથી જન્મ-મરણ નોંધણી વિભાગમાં ઉથલ પાથલ થઇ ગઇ છે.

જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી 2020 પછીની એન્ટ્રી થઇ શકતી હોય 2020 પહેલાના તમામ ડેટાઓ રાજ્ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર 2025 પછીના તથા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર 2020 પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી છે.

જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યા છે. છતાં રોજે રોજે આવતા નવા નિયમોના કારણે અજરદારો રોજેરોજે કચેરીઓમાં ધક્કા ખાઇ રહ્યા છે અને શાસક પક્ષના પદાધિકારીઓ તાયફાઓમાં વ્યસ્ત છે. તો વિપક્ષ પણ લોકોની મુશ્કેલીનું નિવારણ લાવવામાં નિષ્ફળ નિવડતા પ્રજા લાચાર બની તંત્રનો તમાશો જોઇ રહી છે.જન્મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગર પાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી.

ત્યારે કેન્દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. તા.1-9-25થી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ 2020 પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં 30 દિવસથી જન્મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો.

આથી સરકારે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને રાજ્ય સરકારે શરૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂ કરવાની સૂચના આપી હતી. જેના લીધે મહાનગરપાલિકાએ હવે ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. છતાં સપ્ટેમ્બર માસ બાદના તમામ જન્મ-મરણના ડેટા અપડેટ ન થતા અરજદારોની લાઇનો આજે પણ યથાવત જોવા મળી હતી.

જન્મ-મરણ વિભાગમાં છેલ્લા એકમાસથી દાખલાઓ કાઢવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. સરકાર દ્વારા રોજેરોજ નવા પોર્ટલો બનાવી લોકોનું કામ સરળ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સોફટવેરની નબળી કામગીરી અને અવાર નવાર થતા સર્વર ડાઉન કારણે જન્મ-મરણ વિભાગની સ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ હોવાનુ અધિકારીઓ કઇ રહ્યા છે. મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર વર્ષોથી તમામ કામગીરી સરળતાથી થઇ રહી હતી. ત્યારે રાજ્ય સરકારે અને ત્યારબાદ કેન્દ્ર સરકારે પૂર્વ તૈયારી વગર નવા પોર્ટલ અમલમાં મૂકતા જૂના ડેટાઓ અપલોડ ન થતા તેમજ હોસ્પિટલની એન્ટ્રી સમયસર ન થવાથી અનેક લોકો દાખલાથી વંચીત રહેતા પામ્યા છે.

જાહેરાતો કરી પ્રસિધ્ધિ મેળવવાની ઘેલછા શાસકોને ભારે પડશે ?

કોર્પોરેશનમાં જન્મ-મરણના દાખલાઓની કામગીરી ઠપ્પ થઇ જતા અજરદારોમાં ભારે રોષ જોવા મળી રહયોછે. અને ચર્ચા જાગી છે કે, વોર્ડ ઓફિસે જન્મ-મરણના દાખલાઓ સરફળતાથી મળી શકે તેવી સુવિધાઓ લોકોને આપવામાં આવશે. તેમજ લોકો લોભાય તેવી અનેક જાહેરાતો કરી સસ્તી પ્રસિધ્ધી મેળવવામાં આવી રહી છે. જેની સામે છેલ્લા એક માસથી જન્મ-મરણ વિભાગમાં લોકો ધક્કા ખાઇ રહયા છે. તે સમસ્યા શાસકોને દેખાતી નથી. આથી આવનારી ચૂંટણીઓમાં પ્રસિધ્ધી મેળવવાની ઘેલછા ભારે પડી શકે છે.

હોસ્પિટલોની એન્ટ્રી અપલોડની કામગીરી ઘણા સમયથી બંધ!
જન્મ-મરણ વિભાગમાં છેલ્લા એક માસથી આધાધૂંધી સર્જાય છે. તેનુ એક કારણ હોસ્પિટલો દ્વારા કરવામાં આવતી જન્મ-મરણની એન્ટ્રી ઘણા સમયથી અપલોડ ન થવાનુ છે. મનપાના જન્મ-મરણ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નિયમ મુજબ નિયત કરેલ હોસ્પિટલોમાં બાળકના જન્મ બાદ એન્ટ્રી મનપાના સોફટવેરમાં કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે મરણજનાર વ્યકિતની એન્ટ્રી પણ સોફટવેરમાં કરવામાં આવે છે. ત્યારબાદ અરજદારને એસએમએસ મારફત સૂચના મળે છે. જેના આધારે જન્મ-મરણ વિભાગમાંથી દાખલાઓ મળવા પાત્ર છે.પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું સોફટવેર ચાલુ થતા મોટાભાગની હોસ્પિટલો માંથી કરવામાં આવેલ જન્મ-મરણની એન્ટ્રી આજ સુધી અપલોડ થઇ નથી તેવી જ રીતે અરજદારોને મેસેજ પણ મળ્યા ન હોય તમામ લોકોના દાખલાઓ નિકળી શકે તેમ ન હોવાથી જન્મ-મરણ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ લાચાર બની આખો દિવસ અરજદારોને શાંત કરવામાં વિતાવી રહ્યા છે.

અનેક પરિવારોના સરકારી કામો લટક્યા
મનપાના જન્મ-મરણ વિભાગના ધાંધીયાના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અરજદારોના જણાવ્યા મુજબ બાળકના જન્મના દાખલાની જરૂરીયાત અનેક સરકારી કામોમાં પડી રહી છે. જે સમયસર ન મળતા ઘણા કામો અટકી પડ્યા છે. તેવી જ રીતે મરણના દાખલના જરૂરીયાત વીમા પોલીસી તેમજ સરકારી નોકરીયાત હોય ત્યારે પેન્શન માટે તેમજ બેંકમાં પણ પડી રહી છે. ત્યારે સમયસર દાખલો ન મળતા અને સરકારી યોજનાઓના લાભર્થી વચીંત રહેવુ પડ્યુ છે. અથવા લાભો માટે વધુ સમય રાહ જોવાનો વારો આવ્યો છે. આમ જન્મ-મરણ વિભાગની કામગીર ઠપ્પ થઇ જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

મોટે ઉપાડે ચાલુ કરેલ પ્રથમ પાંચ ફ્રી દાખલા પણ બંધ
મનપાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા એક માસથી કામગીરી ટલ્લે ચડી જતા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. સમયસર દાખલા ન મળતા હોવાની ફરિયાદો બાદ હવે જે લોકોને દાખલા મળી રહયા છે. તે લોકો પ્રથમ પાંચ દાખલા ફીમાં ન મળતા હોવાની ફરિયાદો કરી રહયા છે. આ મુદ્દે તંત્રએ જણાવેલ કે, કેન્દ્ર સરકારનું પોર્ટલ શરૂ કરવામાં આવેલ જેમાં ડેટા અપલોડ ન થતા તેમજ સોફટવેર કાયરત ન થતા રાજકોટ મહાનગરપાિેલકા દ્વારા જન્મ-મરણના પ્રથમ પાંચ દાખલા ફીમાં આપવાની અમલવારી કરેલ જે હાલ પૂરતી થઇ શકતી નથી. જે સોફટવેર શરૂ થયા બાદ ફીના દાખલાનો લાભ અરજદારોને મળી શકશે.

Exit mobile version