Site icon Gujarat Mirror

બેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટ ભાઇના ઘરે આવેલા નેપાળી યુવાનનું મોત

બેંગ્લોરમાં રહેતા નેપાળી યુવાને પાંચ દિવસ પહેલા ઝેરી દવા પી લીધા બાદ તે રાજકોટમાં તેના મોટાભાઇના ઘરે આવ્યો હતો. દરમ્યાન આજે સવારે તેની તબીયત લથડતા તેનુ મોત નિપજ્યુ હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ બેંગ્લોરમાં હોટલમાં કામ કરતા પવન દાનીશિંગ નેપાળી (ઉ.વ.18)નામના યુવાને ગતા તા.19ના રોજ બેંગ્લોરમાં ઝેરી દવા પી લીધી હતી.

બાદમાં બેંગ્લોરમાં સારવાર દીધા બાદ રાજકોટમાં માધાપર ચોકડી પાસે હરીકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા તેના મોટાભાઇ વિરેન્દ્રના ઘરે આવ્યો હતો. દરમ્યાન આજે સવારે પવનની તબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જયા તેનુ ટૂંક સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પવન ત્રણભાઇ બે બહેનમાં વેચટ અને અપરિણીત હોવાનુ જાણવા મળ્યુ છે.

Exit mobile version