ક્રાઇમ
ગોંડલમાં સગીરા ઉપર પાડોશી શખ્સનું દુષ્કર્મ
વાડીએ ખેત મજૂરી કરતા પરિવારની પુત્રીને પેટમાં દુખાવો થતાં મેડિકલ તપાસમાં ભાંડો ફૂટ્યો
ગોંડલમાં રહેતા અને ખેત મજુરી કરતા પરિવારની સગીરવયની પુત્રી ઉપર પાડોશી શખ્સે દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી હતી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા આ બનાવનો ભાંડો ફુટતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિવાર કોઈ કારણસર ગોંડલ મુકીને હાલ અમરેલીના વડિયા ગામે જતો રહ્યો હોય જેથી આ મામલે ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ગોંડલમાં અગાઉ રહેતા અને ખેતમજુરી કરતા એક પરિવારની 16 વર્ષની સગીરાને પેટમાં દુખાવો ઉપડતા વડિયાની હોસ્પિટલે ચેક કરાવવા જતાં મેડીકલ ચેકઅપમાં આ સગીરા ગર્ભવતી હોવાનું માલુમ પડતા પરિવારજનો ચોંકી ઉઠતા જેથી આ બાબતે પરિવારજનોએ સગીરાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, અગાઉ તેઓ જ્યારે ગોંડલ રહેતા હતા ત્યારે મુળ મધ્યપ્રદેશનો જ અને બાજુની વાડીમાં ખેતમજુરી કરતો અજય નામના શખ્સે તેને બે વખત ખેતર વિસ્તારમાં લઈ જઈ બળજબરી કરીને તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો.
મુળ મધ્યપ્રદેશના મજુર પરિવારની 16 વર્ષની પુત્રી સાથે થોડા વખત પૂર્વે જ ગોંડલ મુકીને અમરેલી વિસ્તારમાં સ્થાયી થયેલા આ પરિવારે આ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે આવી સમગ્ર આપવીતી જણાવી હતી. જેથી આ મામલે ગોંડલ પોલીસે વડિયા પોલીસે કરેલી પ્રાથમિક કાર્યવાહીના આધારે અજય સામે ગુનો નોંધ્યો છે.