Site icon Gujarat Mirror

ભર શિયાળે આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવાયા

રાજકોટ શહેરને પીવાનુ પાણી પુરુ પાડતા સ્ત્રોત પૈકી આજી અને ન્યારી ડેમ ડેડ લેવલ નજીક હોવાથી મનપા દ્વારા પાણી પુરવઠા બોર્ડ પાસે બંન્ને ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીરની માંગણી કરવામાં આવેલ જેમાં આજ સવારથી આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. મચ્છુ ડેમ ખાતેથી પંમ્પીંગ કરી બે દિવસ પહેલા પાણી છોડવામાં આવેલ જે આજે વહેલી સવારે આજીડેમના સ્ત્રાવ વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમજ આગામી 15 જાન્યુઆરી બાદ ન્યારી-1 ડેમમાં પણ નર્મદા નીર ઠલવવામાં આવશે. તેમ પાણી પુરવઠા બોડના સુત્રોમાંથી જાણવા મળેલ છે.

કોર્પોરેશનના વોટર વકેસ શાખાના ઇજનેરી સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચોમાસાની સિઝનમાં આજી અને ન્યારી ડેમ ઓવરફ્લો થાય તો પણ ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે બંને જળાશયોમાં દર વર્ષે 2600 એમસીએફટી નર્મદાના નીર ઠલવવા પડે છે.આ વર્ષે સૌરાષ્ટ્ર બ્રાન્ચ નર્મદા કેનાલની મરામત કામગીરી હાથ પર લેવાની હોવાના કારણે આગામી એપ્રિલ અને મે માસ દરમિયાન રાજકોટને નર્મદાના નીર મળે તેમ ન હોવાના કારણે કોર્પોરેશન દ્વારા 2600 એમસીએફટીના બદલે રાજ્ય સરકાર પાસે 3150 એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવી છે.

નવા વર્ષના આરંભ એટલે કે 1 જાન્યુઆરીથી તબક્કાવાર નર્મદાના પાણી શરૂૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. દરમિયાન આજી ડેમમાં ગઈકાલથી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરૂૂ કરવામાં આવ્યું છે. સાત એમસીએફટી સુધી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. આજી હમાં પ્રથમ તબક્કે કેટલું પાણી લેવું તે અંગે આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવશે.બીજી તરફ ન્યારી ડેમમાં ક્યારથી નર્મદાનું પાણી લેવું તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સંભવત: એપ્રિલ માસમાં કોર્પોરેશનની ચૂંટણી યોજવાની હોય ચૂંટણી પરિણામ આવ્યા બાદ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલની મરામત કામગીરી હાથ પર લેવામાં આવશે. બે મહિના સુધી રાજકોટને નર્મદાના નીર મળશે નહીં આવવામાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય ન જાય તે માટે બંને ડેમમાં પૂરતા પ્રમાણમાં સૌની અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવી દેવામાં આવશે.

મનપાના વોટર વર્કસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ આજી-1 અને ન્યારી-1 ડેમમાં વરસાદી પાણીની સંગ્રહ શક્તિ દિવસે દિવસે ઓછી થતી જાય છે. બંન્ને ડેમમાં કાંપનું પ્રમાણ વધી જતા દર વર્ષે ચોમાસાના પાણી ઉપરાંત બે વખત સૌની યોજનાના નર્મદા નીર લેવામાં આવી રહ્યા છે.

Exit mobile version