Site icon Gujarat Mirror

ધ્રાંગધ્રાના બાવળીના ખેડૂતને વળતર નહીં ચુકવતા નર્મદા વિભાગની મિલ્કત જપ્તીનો આદેશ

ધ્રાંગધ્રા ના બાવળીના મુક્તાબેન પટેલ ની જમીન નુ 15 વષઁ પેહલા નમઁદા વિભાગ દ્વારા એકવાયર કરેલ જેનુ વળતર નહી ચુકવેલ જેમા હાઈકોર્ટે દ્વારા 2024 મા વળતર 11.22 લાખ ચુકવા આદેશ કરવામા આવેલ હોવા છતાં વળતર ની રકમ જમા વહી કરાવતા ધ્રાંગધ્રા સીવીલ કોટઁ મા દાખલ કરતા ધ્રાંગધ્રા સીવીલ કોટઁ દ્વારા નમઁદા વિભાગ અને ડેપ્યુટી કલેક્ટર ની મીલ્કત જપ્ત કરવા વોટર કાઢવામાં આવતા ચકચાર મચી ગયેલ.
ધ્રાંગધ્રા તાલુકા ના બાવળી ગામના ખેડુત મુકતાબેન પટેલ ની ખેતી જમીન પર નમઁદા વિભાગ દ્વારા 15 વષઁ પહેલા કેનાલ માટે એકવાયર કરેલ જેનુ નીયમ મુજબ વળતર નહી ચુકવતા મુકતાબેન પટેલ દ્વારા હાઈકોર્ટે દાવો દાખલ કરેલ હાઈકોર્ટે દ્વારા 2024 મા નમઁદા વિભાગ ને ખેડુત મુકતાબેન પટેલ ને નીયમ મુજબ ચુકવા આદેશ કરવામાં આવે હોય છતાં તંત્ર દ્વારા વળતરની રકમ નહી ચુકવતા અરજ દ્વારા ધ્રાંગધ્રા સીવીલ કોટઁ મા વળતર માટે વકીલ એમ એમ કલોત્રા મારફત ધ્રાંગધ્રા સીવીલ કોટઁ મા દરખાસ્ત કરવામાં આવતા હાઈકોર્ટે નો, હુકમ અને વકીલ ની રજુઆત ને ધ્યાન મા લઈને ધ્રાંગધ્રા સીવીલ કોટઁ ના ન્યાયધીશ જે બી પરીખ દ્વારા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર અને નમઁદા વિભાગ ની મીલ્કત જપ્ત કરવા માટે આદેશ કરી અરજદાર ને વળતરની રકમ ચુકવા માટે નો આદેશ કરવામાં આવતા ચકચાર મચી ગયો હતો.

Exit mobile version