Site icon Gujarat Mirror

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં વીજશોક લાગતા નંદીનું મૃત્યુ

ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં શિરૂૂવાડી ખાતે રહેતા એક આસામીની વાડીના શેઢે ગઈકાલે સોમવારે એક નંદીનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકર દેશુરભાઈ ધમા વિગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ સ્થળે જોતા નંદીના મૃતદેહ નજીક ઈલેક્ટ્રીક ઝટકા મશીનના વાયર જોવા મળ્યા હતા.

જેથી ઝટકા મશીનના શોકના કારણે આ નંદીનું મૃત્યુ નિપજ્યું હોવાની આશંકા વચ્ચે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક નંદીનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ કરાઈ હતી. આ બનાવે ગૌ પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરાવી છે. (તસવીર: કુંજન રાડિયા)

Exit mobile version