Site icon Gujarat Mirror

મોરબીના ચાચાપરની સીમમાં 17 કુંજ પક્ષીના ભેદી મોત

મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં કુંજ પક્ષીના ભેદી સંજોગોમાં મોત થયા હતા આશરે 15 થી 17 જેટલા કુંજ પક્ષીના મોત થતા ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી ગઈ છે અને તપાસ ચલાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચાચાપર ગામની સીમમાં 15 થી 17 કુંજ પક્ષીના મોત થયા છે ઘટનાની જાણ થતા રેંજ ફોરેસ્ટ ઓફિસર સહીત વનવિભાગની ટીમ ચાચાપર ગામ દોડી ગઈ હતી ફોરેસ્ટ વિભાગના વેટરનીટી ડોકટરની ટીમે મૃતદેહોના સેમ્પલ લીધા હતા બનાવ અંગે વનવિભાગનો સંપર્ક કરતા અધિકારીએ પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે તેમ જણાવ્યું હતું જોકે પક્ષીના મૃત્યુથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Exit mobile version