Site icon Gujarat Mirror

પેરોલ જમ્પ કરી નાસી છૂટેલો હત્યાનો આરોપી ઝડપાયો

 

જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાં એક યુવાનની હત્યા ના કેસમાં પકડાયેલા અને જામનગર ની જેલમાં જેલવાસ ભોગવી રહેલા આરોપીએ વચગાળાના જમીન પર મુક્ત થઈને પરત હાજર નહીં થઈ ફરાર રહ્યા પછી એલસીબી ની ટીમે ઝડપી લીધો છે, અને ફરીથી જેલ હવાલે કર્યો છે. જામનગરમાં 2019 ની સાલમાં સાત રસ્તા વિસ્તારમાં અજયસિંહ ઝાલા નામના યુવાન ની હત્યા કેસમાં પકડાયેલા અલ્તાફ વલીમામદ નાઈ, રે. ઢીંચડા કે જેને પોલીસે ઝડપી લીધા પછી જેલ હવાલે કરાયો હતો. જે આરોપી વચગાળાના જામીન પર છૂટી ને ફરાર થઈ ગયો હતો, અને ફરીથી જેલમાં હાજર થયો ન હતો.

ઉપરોક્ત આરોપીને પોલીસ શોધી રહી હતી દરમિયાન એલસીબી ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે આરોપી અલ્તાફ વલીમોહમ્મદ જામનગરમાં એરફોર્સ રોડ પર આવ્યો છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવીને ઝડપી લીધો છે, અને તેને ફરીથી જેલ હવાલે કરી દેવાયો છે.

Exit mobile version